GujaratJamnagarSaurashtra

જામનગરના સપડા ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના પાંચ લોકો ડૂબી જતાં મોત

જામનગરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જામનગર સપડા ગામ પાસે આવેલ સપડા ડેમમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં બે મહિલા, બે પુરુષો અને એક યુવકનું મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાંચેય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

જાણકારી અનુસાર, જામનગર શહેરમાં આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવનાર મહેશભાઈ કારાભાઈ મંગે પોતાના પરિવાર સાથે સપડા ડેમ ખાતે ફરવા માટે ગયેલા હતા. તે સમયે આ પરિવાર ડેમમાં નાહવા માટે ગયો હતો. જેમાં ડૂબી જવાના લીધે પાંચેયના મોત નીપજ્યા છે. જેમાં બે મહિલા, બે પુરુષો અને એક યુવકના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે.

ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ ની ટીમ ઘટનાસ્થળ પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, ઘટનામાં ભોગ બનેલો યુવક મહેસાણા ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરી રહ્યો હતો અને ગઇકાલના જ મહેસાણાથી જામનગર તે પહોંચ્યો હતો. ત્યારે આજે પરિવાર સાથે ફરવા માટે ગયેલો હતો. ત્યાં ડૂબી જવાના લીધે તેનું મોત નીપજ્યું છે. આ રીતે એક જ પરિવારના પાંચ લોકોના અચાનક મોત થતા ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

આ દુર્ઘટનામાં મહેશભાઈ કારાભાઈ મંગે, લીનાબેન મહેશભાઈ મંગે, સિદ્ધ કારાભાઈ મંગે, અનિતાબેન વિનોદભાઈ દામા અને રાહુલ વિનોદભાઈ દામાનું મૃત્યુ નીપજ્યું છે.