અમદાવાદની એક રેસ્ટોરન્ટ થી ઢોસા ના સંભાર માંથી મૃત ઉંદર નીકળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર, અમદાવાદના નિકોલ વિસ્તારમાં દેવી ઢોસા નામની એક રેસ્ટોરન્ટ આવેલ છે. આ રેસ્ટોરન્ટમાં એક પરિવાર દ્વારા ઢોસા નો ઓર્ડર કરવામાં આવ્યો હતો તેમાંથી મૃત ઉંદર નીકળ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના નિકોલમાં ગંગોત્રી સર્કલ નજીક આવેલા દેવી ઢોસા પેલેસમાં ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ ઢોંસા ના સંભાર માં મૃત ઉંદર નીકળતા પરિવાર દંગ રહી ગયો હતો. જ્યારે ગ્રાહકની પ્લેટમાં મૃત ઉંદર નીકળતા ગ્રાહક દ્વારા રેસ્ટોરન્ટ સામે AMC ના ફૂડ વિભાગ માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવતા કિચન હાઈજેનિક કન્ડિશનમાં મળ્યું નહોતું. જ્યારે હાઈજેનિક કિચન અંગેની અનેક અનિયમિતતાઓ પણ દેખવા મળી હતી.
આ બાબતમાં AMC ના ફૂડ વિભાગ દ્વારા દેવી ઢોસા પેલેસ રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવી હતી. બીજી સૂચના ન મળે ત્યાં સુધી રેસ્ટોરન્ટ શરૂ ન કરવાની AMC દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ સિવાય ગઈ કાલના ગુજરાતના જામનગરમાં વેફર્સના પેકેટ માંથી મૃત દેડકો મળી આવ્યાના સમાચાર સામે આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, જામનગર ના રહેવાસી જસ્મીન પટેલ મુજબ, તેમણે સોસાયટીની બહાર આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાંથી પોતાની ભત્રીજી માટે બાલાજી વેફર નું પડીકું લીધું હતું. જ્યારે તેમને ઘરે લઇ જઇને તેને ખોલ્યું તો તેમાંથી મરેલો દેડકો નિકળ્યો હતો. તેના લીધે તેમના દ્વારા બાલાજી વેફર માં મૃત દેડકો નીકળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે આ રીતે વેફર ના પડીકામાંથી મરેલો દેડકો જોઈને તેઓ ચકિત થઈ ગયા હતા. ત્યારબાદ સવાર ના તેમના દ્વારા આ પડીકું દુકાનદારે બતાવવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટના જણાવી હતી.
જ્યારે જસ્મીન પટેલ દ્વારા દ્વારા દુકાનદારને આ વાત કરી તો દુકાનદાર દ્વારા એજન્સીવાળા સાથે વાત કરવામાં આવી હતી. તેના પછી તેમણે કસ્ટમર કેરમાં તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી. તેમ છતાં કયો યોગ્ય જોવા તેમને પ્રાપ્ત થયો નહોતો. એવામાં હવે આ મામલાને સતત ચર્ચાએ જોર પકડ્યું છે.