સસરા તો પિતા સમાન હોય છે. પરંતુ ઘણી વખત કેટલાક લોકો એવા કૃત્ય કરતા હોય છે કે સસરા અને પુત્રવધૂને પવિત્ર સંબંધને લાંછન લાગતું હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં એક સસરાએ પોતાની પુત્ર વધુનો રોડ પર દુપટ્ટો ખેંચીને તેની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો પોલીસે પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તાર ખાતે આવેલ રક ખાનગી કંપનીમાં એકાઉન્ટિંગની નોકરી કરતી એક મહિલાએ તેના સસરા પર ગંભીર પ્રકારનો આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું છે કે તેના સસરા કોઈપણ કામ વિના છેલ્લા બે મહિનાથી સતત તેની ઓફિસે આવીને બેસી જતા હતા. થોડા દિવસ પહેલા મહિલા જ્યારે તેની નોકરીનો સમય પૂરો થતાં તે ઘરે જવા માટે ઓફિસેથી નીકળીને ઓફિસ ના ગેટ પાસે ઉભી રહીને ઘરે રીક્ષાની રાહ જોઇ રહી હતી ત્યારે એક ટુ વ્હીલર ચાલકે મહિલા પાસે આવીને પાછળથી તેનો દુપટ્ટો ખેંચ્યો હતો. તેથી દુપટ્ટો પાછળ ફરીને જોયું કે દુપટ્ટો કોને ખેંચ્યો છે ત્યારે તેણે જોયું કે તેનો દુપટ્ટો ખેંચનાર બીજું કોઈ નહીં પણ તેના સસરા જ હતા. વધુમાં મહિલાએ જણાવ્યું કે તે અને તેનો પતિ બે મહિના મહિના ઓફિસમાં બેઠા હતા ત્યારે તેના સસરાએ ઓફિસમાં આવીને મહિલાના પતિ સાથે ઝઘડો કર્યો હતો.
આ ઝઘડામાં મહિલા તેના પતિને છોડાવવા માટે વચ્ચે પડી તો સસરાએ તેને જોરથી ધક્કો માર્યો તેમજ ઓફિસમાં બધાની હાજરીમાં જ મહિલાને બેફામ બીભત્સ ગાળો આપી હતી. તો એક વખત તો મહિલા જ્યારે તેનો નોકરીનો સમય પૂરો થતાં તે ઓફિસેથી ઘરે જતી હતી તે દરમિયાન તેના સસરા મહિલાનો પીછો કરીને કહેવા લાગ્યા કે તારું ચરિત્ર અને તારા ધંધા સારા નથી એમ કહીને મહિલાને જાહેરમાં આમ અપમાનજનક શબ્દો પણ બોલ્યા હતા.
તમને જણાવી દઈએ કે, હાલ તો મહિલાએ આ સમગ્ર મામલે હારી થાકીને પોતાના જ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આ સમગ્ર મામલે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે