રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છતાં નશા ધુત લોકો જોવા મળી જાય છે. આવી જ એક બાબત રાજકોટ શહેરથી સામે આવી છે. રાજકોટ શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દારૂ પીધેલી હાલતમાં ઝડપ્યા હોવાનું સામે આવ્યું છે. આ બાબતમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તેમના સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેરના લીમડા ચોકમાં આલાપ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવનારા રાજકોટ વોર્ડ નંબર-1 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડીયાને લઈને સમાચાર સામે આવ્યા છે. તે તેમની ઓફોસ્તમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગ પર રહેલી હતી. તે વખતે લીમડા ચોક નજીક પહોંચતા જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ કારણોસર સરોવર પોર્ટીકો હોટલની બાજુમાં આવેલ આલાપ બિલ્ડીંગમાં બીજા માળે ઓફિસમાં રેડ પાડવામાં આવતા ભાજપના વોર્ડ નંબર-1 ના પૂર્વ કોર્પોરેટર આશિષ રમેશ વાગડીયા દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા. પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવતા તેમના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતા પોલીસ સ્ટેશન લઈ જઈ પ્રોહીબિશન એકટ અંગે હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહ હાથ શરુ કરી હતી.
નોંધનીય છે કે, આશિષ વાગડીયા ભાજપમાંથી આ અગાઉની ટર્મમાં મહાનગરપાલિકામાં કોર્પોરેટરની ચૂંટણી લડવામાં આવી હતી. જ્યારે જીત પ્રાપ્ત કરી તેઓ વોર્ડ નંબર-1 ના કોર્પોરેટર બની ગયા હતા. તેની સાથે મનપામાં અગાઉ જૂન 2018 માં સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે પણ તે ફરજ ચુક્યા છે.