SaurashtraGujaratRajkot

બોગસ મિનિટ્સ બુકના ગુનામાં પૂર્વ TPO મનસુખ સાગઠિયા ની ધરપકડ

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટનાને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આરોપી પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મનસુખ સાગઠિયાનો કબ્જો લેવામાં આવ્યો છે. પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ નકલી મિનિટ બુક બનાવવાનો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલામાં ક્રાઈમ બ્રાન્ચ આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, અગ્નિકાંડ બાદ સાગઠીયા એ પોતાના બચાવમાં પોતાના અધ્યક્ષ સ્થાન પર યોજાયેલ વિવિધ મીટિંગો ની મિનિટ્સ બુક પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ તારીખના યોજાયેલ મીટીંગની નોંધ રહેલી હતી.

તેની સાથે તેમાં એટીપી સિવાય સર્વેયર અને અન્ય કર્મચારીઓની સહી પણ રહેલી હતી. તેમ છતાં SIT ની ટીમને શંકા જતા તપાસ કરવામાં આવતા આ મીનીટ્સ બુક બોગસ હોવાની સાથે એક સાથે લખેલું જાણવા મળ્યું હતું તે કારણોસર સાગઠીયા સામે બોગસ દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અગ્નિકાંડના કેસમાં સાગઠીયાને રિમાન્ડના અંતે જેલ હવાલે કરવામાં આવ્યા બાદ ગત રોજ જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બોગસ મીનીટ્સ બુક બાબતમાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.