બિપોરજોય વાવાઝોડાને લઈને લેટેસ્ટ જાણકારી સામે આવી છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉભું થયેલ ચક્રવાત બિપરજોય ધીરે ધીરે અગ્રેસીવ બની રહ્યું છે. તેમ છતાં ગુજરાતીઓ માટે રાહતના સમાચાર એ છે કે, સાયક્લોન બિપરજોય પોતાની દિશા બદલનીને પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે. આ વાવાઝોડાની ઝડપ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. જ્યારે પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાત ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર, હાલમાં પોરબંદર દક્ષિણ-દક્ષિણપશ્ચિમ કિનારેથી દરિયામાં 510 કિલોમીટર દૂર રહેલું છે. જ્યારે દ્વારકાથી 560 કિલોમીટર અને કચ્છના નલિયાથી 650 કિલોમીટર દૂર રહેલું છે. આ વાવાઝોડું ધીરે-ધીરે ચક્રવાત ફેરવાઈ જશે. તેના લીધે આગામી 11 એટલે આજથી 14 જૂન દરમ્યાન ગુજરાતના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાશે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, 11 જૂનના 60 કિમિ પ્રતિ કલાક, 12 જૂનના 65 કિમિ અને 13-14 જૂનના 70 કિમિ પ્રતિ કલાકની અને તેથી પણ વધુ ઝડપે પવન ફૂંકાઈ તેવી શક્યતા રહેલી છે. જ્યારે 11 થી 14 જૂન દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છ નો દરિયાકાંઠો વધુ તોફાની બનશે. 11 થી 15 જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. 15 જૂન સુધી માછીમારીને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. ચક્રવાતનો સંપૂર્ણ ઘેરાવો દરિયામાં 500 કિમોમીટર કરતા પણ વધુનો રહેલો છે. જયારે ચક્રવાતના કેન્દ્રબિંદુનો ઘેરાવો અંદાજે 50 કિલોમીટર રહેલ છે.
માછીમારોને દક્ષિણપૂર્વી અને નજીકના પૂર્વિમધ્ય અરબી સમુદ્રમાં ન જવા અને જે માછીમારો દરિયામાં હોય એમને પરત આવવા પણ સૂચના અપાઈ છે. હજી પણ રાજ્યના તમામ બંદરો પર બે નમ્બરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. હવામાન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા ચક્રવાત પણ નજર રાખવામાં આવી રહી છે. હાલમાં પોરબંદર પંથકમાં ક્યાંય વરસાદ રહેલો નથી.
તેની સાથે ગુજરાતના દરિયા કાંઠે ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તેમાં પણ પોરબંદર સોમનાથ અને દ્વારકા દરિયો ગાંડોતુર બન્યો છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. તેમ છતાં એક વાત સારી છે કે, ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાશે નહીં.