ગુજરાતીઓ વધુ એક મોંઘમાંરીનો માર પડ્યો છે. કેમકે અદાણી દ્વારા CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNG માં બે મહિના બાદ ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. અદાણી CNG ના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં CNG ગેસનો ભાવ વધીને 75.09 રૂપિયા પહોંચ્યો છે.
તમને જણાવી દઈએ કે, અદાણી દ્વારા બે મહિના બાદ CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 80 પૈસાનો કરવામાં આવ્યો છે. અદાણી દ્વારા CNG ગેસના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં CNG ગેસનો ભાવ વધીને 75.09 રૂપિયા પહોંચ્યો છે. આ અગાઉ CNG ગેસનો જૂનો ભાવ 74.29 રૂપિયા પ્રતિ કિલો રહેલો હતો.
હાલના સમયમાં સતત મોંઘમારીનો માર લોકો સહન કરી રહ્યા છે. કેમકે, પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત રહેલી છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જ્યારે હવે અડાણી ગેસના ભાવમાં વધારો કરાયો છે. તેની સાથે હવે લોકોને CNG માટે ૮૦ પૈસા વધારે ચુકવવા પડશે. જ્યારે પેટ્રોલના ભાવ પણ ૯૦ થી 100 ની આજુબાજુ ચાલી રહ્યા છે.