AhmedabadGujarat

ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ જાહેર થાય તે પહેલા જ વિધાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર

ગુજરાત રાજ્યમાં બોર્ડ ના ધોરણ 10 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ મોટી જાણકારી સામે આવી છે. ધોરણ 10 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને શાળામાં ફરીથી એડમિશન પ્રાપ્ત થઈ જશે. તેના લીધે ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ ને તેનો ફાયદો મળશે. તેની સાથે એવું પણ સામે આવી રહ્યું છે કે, પાંચ વર્ષ પહેલા રદ થયેલા નિયમને ફરીથી લાગુ કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, પાંચ વર્ષ અગાઉ રદ કરવામાં આવેલો નિયમ ફરીથી લાગુ થયા બાદ અંદાજિત વર્ષે 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ ને તેનો ફાયદો થશે. આ વર્ષે એટલે કે 2023 થી ધોરણ 10ની પરીક્ષા આપનારા અને નાપાસ થનારા વિદ્યાર્થીઓમા માટે આ નિયમ લાગુ કરાશે. તેનો અર્થ એ થયો કે, ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓ ને રેગ્યુલર વિદ્યાર્થી ની જેમ જ શાળામાં પ્રવેશ અપાશે.

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલના એકના એક પુત્રને બ્રેઇન સ્ટ્રોક આવ્યો, સીએમના આજના તમામ કાર્યક્રમો રદ્દ

જ્યારે હાલના નિયમ મુજબ, ધોરણ 10 માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ અપાતો નથી. તે કારણોસર કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય તો તેને રિપીટર તરીકે જ પરીક્ષા આપવી પડતી હોય છે.

આ પણ વાંચો: ચીખલીના ખેડૂતે મગજ દોડાવીને કેરીના પાકમાંથી કરી જોરદાર કમાણી

તેની સાથે તમને જણાવી દઈએ કે, ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં અંદાજીત 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે અને આ વિદ્યાર્થીઓ ફરીથી ધોરણ 10 માં એડમિશન લઈને ફરી વખત અભ્યાસ કરવા ઈચ્છતા હોય છે. તેને ધ્યાનમાં રાખતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સમક્ષ શાળા સંચાલક મંડળ દ્વારા આ મામલામાં રજૂઆત કરાઈ હતી. ત્યારે રજૂઆતને સ્વીકારી લેવામાં આવી છે તેવી જાણકારી સામે આવી છે.

આ સિવાય એ પણ જાણકારી સામે આવી છે કે, વહેલામાં વહેલી તકે બોર્ડની પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. મેં મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરાશે.

આ પણ વાંચો: અતીક-અશરફ મર્ડર કેસના આરોપીઓ રોજેરોજ પોલીસને કહે છે નવી કહાની, જાણો હવે પૂછપરછમાં શું કહ્યું

મહત્વની વાત એ છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણી શરૂ કરી દેવામાં આવી હતી. આ  કામગીરી હવે પૂર્ણ થઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે. હાલમાં ડેટા એન્ટ્રી ની કામગીરી કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડેટા એન્ટ્રી ની કામગીરી પૂર્ણ થયા બાદ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાશે. જ્યારે

તમને જણાવી દઈએ કે, મે મહિના પહેલા અઠવાડિયામાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાશે. જ્યારે મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવી શકે છે.