AhmedabadGujarat

અમદાવાદીઓ માટે ખુશખબર, સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ; લંચ અને ડિનરનો આટલો ભાવ

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષર ટ્રાવેલ્સ પ્રા. લિ દ્વારા ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરુ કરાઈ છે. આ ક્રુઝને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરાઈ છે. જ્યારે આ ક્રુઝ તૈયાર થઈ ગયેલ  છે અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્દધાટન કરી દેવાયું છે. જ્યારે હવે લોકો તરતી હોટલમાં બેસી રિવરફ્રન્ટની મજા માણી શકશે.

તમને જણાવી દઈએ કે, ફલોટિંગ રેસ્ટોરન્ટમાં 125 થી 150 લોકોની આ ક્રુઝ ઉપર બેસવાની શમતા રહેલી છે. ફલોટિંગ રેસ્ટોરન્ટમાં સલામતી અને સુરક્ષાને લાને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમા લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલ છે. જ્યારે ડિનર સાથે લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડની મજા પણ લોકો માણી શકશે.

જ્યારે ક્રૂઝની વાત કરવામાં આવે તો અટલ બ્રીજથી દધિચી બ્રીજ અને દધિચી બ્રીજ અટલ બ્રીજનો ક્રુઝનો રાઉન્ડ રહેવાનો છે.  આ 1 કલાક 30 મિનિટ સુધી રહેવાનો છે. જ્યારે એક વ્યકિતનો લંચનો ચાર્જ 1800 રૂપિયા અને 2 હજાર ડિનરનો ચાર્જ રહેલો છે. ટિકિટ માટે ઓનલાઈન બુકીંગ તમારે કરાવું પડશે. તમે https://aksharrivercruise.com/ સાઈટ પરથી બુકીંગ કરાવી શકશો. અટલ બ્રિજ નીચે રિસેપ્સન તૈયાર કરી દેવાયું છે.

તેની સાથે રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સફર કરતા સમયે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓની મજા લોકો માણી શકશે. જ્યારે લોકો માટે આ આરામદાયક મુસાફરી રહેશે. જ્યારે અમદાવાદમાં દેશની પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી છે.