GujaratAhmedabad

સરકારી નોકરી કરવા માંગતા યુવાનો માટે ખુશખબર

યુવાનો સરકારી નોકરી મેળવવા માટે પોતાની જાત ઘસી નાખતા હોય છે. ત્યારે સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે એક ખૂબ જ મોટી તક આવી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એટલે કે GUVNLમાં સલાહકારના પદ માટે ભરતી કરવામાં આવનાર છે. ત્યારે આ સબંધમાં કંપનીએ એક સૂચના બહાર પાડી છે. જો તમે GUVNL કંપનીમાં સલાહકારની ભરતી માટે યોગ્યતા ધરાવો છો તો અને તમે આ નોકરી કરવા ઈચ્છો છો તો તમારે કંપનીએ જાહેર કરેલ સૂચના પર અમલ કરવાનું હેશે. આ પદ માટે તમે ઓફલાઇન તેમજ ઓનલાઈન પોતાની અરજી કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે, GUVNLમાં સલાહકારની ભરતી કરવામાં આવનાર છે. જેમાં 2 લાખ પ્રતિ મહિનાના ધોરણે પગાર નક્કી કરવામાં આવ્યો છે. આ નોકરી યોગ્યતા ધરાવનાર અને ઇચ્છુક ઉમેદવારોએ 02/05/2023 પહેલા અરજી કરવાની રહેશે. આ નોકરી મેળવવા માટે ઉમેદવારે B.E./B. Tech ફરજિયાત કરેલું હોવું જોઈએ. ઉમેદવારો ઓફલાઇન તેમજ ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારો guvnl.com પર જઈને આ નોકરીની માહિતી મેળવીને ત્યાં પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે ઉમેદવારોએ કંપનીની વેબસાઈટ પર જઈને માહિતી મેળવી લેવી.

નોંધનીય છે કે, GUVNLમાં સલાહકારની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં જો તમે નોકરી કરવા ઈચ્છો છો તો આ નોકરી તમારે વડોદરામાં કરવાની રહેશે. જો તમે વડોદરા બહારના છો તો તમારે વડોદરા શિફ્ટ થવું પડશે. જે ઉમેદવારો વડોદરા શિફ્ટ થવા તૈયાર હોય તે લોકોએ જ આ નોકરી મેળવવા માટે અરજી કરવી.

આ રીતે કરો અરજી

આ નોકરી માટે યોગ્યતા ધરાવનાર અને ઇચ્છુક ઉમેદવારોએ સૌ પ્રથમ GUVNLની ઓફિશિયલ વેબસાઈટ guvnl.com પર જવું. ત્યારપછી
guvnl ભરતી 2023 નામની એક કેટેગરી હશે તેના પર ક્લિક કરવુ.
આ કેટેગરીમાં દર્શાવેલ તમામ વિવરણ ધ્યાનપૂર્વક વાંચો અને આગળ વધો. અરજીનો પ્રકાર તપાસ કરીને guvnl ભરતી 2023 માટે તમે ઓનલાઈન અરજી કરો. જો તમે B.E અને B.Tech કર્યું છે અને તમે નોકરી કરવા ઈચ્છો છો તો તમે guvnlની સાથે કામ કરવા માટેની આ તક ગુમાવતા નહિ.