AhmedabadCorona VirusGandhinagarGujaratMadhya GujaratRajkotSaurashtraSouth Gujarat

ગુજરાતમાં કોરોના કેસ વધીને 29 થઇ ગયા : એક નું મોત, ભારતમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું

ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે.દેશભરમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે.મહારાષ્ટ્રમાં 15 નવા કેસ આવ્યા છે. 14 મુંબઈ અને એક પુણેમાં કેસ નોંધાયા છે. દેશભરમાં કોરોના ના દર્દીઓની સંખ્યા હવે વધીને 415 થઈ ગઈ છે.ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના માથું ઉંચકી રહ્યું છે.અત્યારસુધીમાં ગુજરાતમાં 29 નવા કેસ નોંધાયા છે.પહેલું મોત સુરતમાં થયું છે.

શહેર ની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધારે 13 કેસ, વડોદરામાં 6, સુરતમાં 4, ગાંધીનગરમાં 4 અને કચ્છ અને રાજકોટમાં 1-1 કોરોના કેસ નોંધાયા છે. વડોદરામાં આજે પોઝિટિવ કેસની સંખ્યા વધીને 6 થઇ છે. ગુજરાતમાં સુરતમાં પહેલું મોત થતા જ સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે.ગુજરાત વિધાનસભા સત્ર પણ સ્થાગિત કરી દેવાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે 22 માર્ચે જનતા કર્ફ્યુની જાહેરાત કરાઈ હતી. પણ લોકોએ સાંજે ગંભીર બેદરકારી કરી હતી અને કોરોના જાણે ખતમ થઇ ગયો હોય એમ ઉજવણી કરવા રસ્તા પર આવી ગયા હતા.પોલીસે ટોળાઓ સામે કલમ 144 ના ભંગ બદલ ગુનો પણ દાખલ કર્યો છે.ગુજરાતમાં અને દેશભરમાં લોકો બેદરકારી દાખવી રહયા છે જેથી કોરોના કાબુ બહાર જઈ શકે છે.

ગુજરાતના અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરત ને 25 માર્ચ સુધી આંશિક લોકડાઉન કરવામાં આવ્યા છે.જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન સિવાય અન્ય દુકાનો,મોલ બંધ રાખવા આદેશ અપાયા છે.લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે છતાં લોકો બેદરકાર બનીને ઘરની બહાર ફરી રહયા છે.