ગુજરાતમાં કોરોના નો કહેર વધ્યો: 24 કલાકમાં કુલ 423 કેસ, ફક્ત અમદાવાદમાં જ 314 કેસ સામે આવ્યા
ગુજરાતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી જ રહયા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 423 કેસ નોંધાયા છે.25 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે સૌથી વધુ 861 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.આજના કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 17217 થયા છે. રાજ્યમાં કુલ 1063 લોકોના કોરોના ના કારણે મૃત્યુ થયા છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 314 કેસ, સુરતમાં 39, વડોદરામાં 31, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 6, બનાસકાંઠામાં 3, રાજકોટમાં 3, સાબરકાંઠામાં 3, આણંદ અને પોરબંદરમાં 2-2, ભાવનગર1માં 1 કે, અરવલ્લીમાં 1 કેસ, પંચમહાલ-મહીસાગર-વલસાડ-સુરેન્દ્રનગરમાં 1 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 5374 એક્ટિવ કેસ છે.
અમદાવાદની વાત કરીએ તો નવા 314 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 22 દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદમાં કુલ 12,494 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 864 થયો છે. અમદાવાદમાં સતત વધી રહેલા કેસ સરકાર માટે પડકારરૂપ છે. અમદાવાદમાં અત્યાર સુધી 7,708 લોકો સાજા થઈ ગયા છે.