આજે રાત્રે 12 વાગ્યાથી આખું ગુજરાત લોકડાઉન : સરહદ સીલ, જાણૉ તમે ક્યારે બહાર નીકળી શકશો
ગુજરાતમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા એ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકડાઉન ની જાહેરાત કરી છે. 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.આખા ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી. લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા જવા દેવાશે. પણ જો કોઇ વ્યક્તિ ઘરની બહાર વગર કારણ નીકળશે તો પોલીસ તેને અટકાવશે. ખાનગી વાહન લઈને ઇમર્જન્સી વગર બહાર નહીં નીકળી શકાય. જો કોઇ વ્યક્તિ નિયમ ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આજે મધ્યરાત્રિથી તમામ દુકાનો, ઓફિસ, વર્કશોપ બંધ રહેશે.મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ, શાકભાજી, આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ જ રહેશે. જીવન-જરૂરીયાતની વસ્તુ લેવા જતા પોલીસ અટકાવશે નહીં. લોકોને કાબુમાં રાખવા SRP અને RAF ની ટિમ પણ ઉતારવામાં આવશે.રાજ્યની સરહદો સીલ કરવામાં આવી છે.શિવાનંદ ઝા એ કહ્યું કે નાગરિકો ઘરે રહે, સ્વસ્થ રહે, પોલીસ બેરિંકેટીંગ કરી ચેક કરશે.આ નિર્ણય જનતાના હીતમાં છે.