ચિકન બિરયાનીની લારી પર ગાય ના માંસ વાળા સમોસા વેચતો હતો, ગુજરાત પોલીસે કરી ધરપકડ
સમોસા એક એવી વસ્તુ છે જે દેશના દરેક ભાગમાં ખૂબ જ પ્રખ્યાત છે. જો તમે સમોસા ખાવાના શોખીન છો તો ધ્યાન રાખો. કદાચ સમોસા બટાકાને બદલે બીફ (ગાય ના માંસ) થી ભરેલા હોય. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાતના નવસારીમાં આવું બન્યું છે. અહીં અહેમદ મુહમ્મદ સૂજ નામનો વ્યક્તિ આવા સમોસા વેચતો હતો.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 5 વર્ષથી તે આડેધડ રીતે બીફથી ભરેલા સમોસા વેચતો હતો. ગુજરાતની નવસારી પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે આ મામલામાં બે લોકો સામે ગૌહત્યા અને ગૌમાંસના વેચાણનો કેસ નોંધ્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બીજાને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. એફએસએલમાં સમોસાનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ હતી. નવસારીના ડાભેલ ગામમાં અહેમદ મહંમદ સૂજ નામના વ્યક્તિની સમોસાની દુકાન છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મહત્વની આગાહી
આ સાથે તે લોકોને મટન-ચિકન બિરયાની બનાવીને પણ ખવડાવતો હતો. પોલીસને બાતમી મળી હતી કે અહમદ મુહમ્મદ સૂજ નામનો વ્યક્તિ સમોસામાં બીફ નાખીને વેચે છે. જ્યારે પોલીસે તેમની ટીમ સાથે ડાભેલ ગામમાં તેની દુકાન પર દરોડો પાડ્યો હતો, ત્યારે તેણે માંસ તૈયાર કર્યું હતું તે પણ પડ્યું હતુ.
આ પછી પોલીસની કડક પૂછપરછમાં અહેમદે સત્યનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે તે સુરતના એક વ્યક્તિ પાસેથી બીફ ખરીદે છે અને તેને સમોસામાં ભેળવીને લોકોને ખવડાવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી વ્યક્તિ એ-વન ચિકન બિરયાનીના નામે એક લારી પર બીફથી બનેલા સમોસા એટલે કે ગાયનું માંસ વેચતો હતો. નવસારી પોલીસે આ કેસમાં આરોપી અહેમદ મહંમદ સૂજ અને અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: મંદિરના પૂજારીએ યુવતીને મારીને લાશ સાથે એવું કૃત્ય કર્યું કે જાણીને ધ્રુજી જશો