VadodaraGujarat

લોકસભાની ચુંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો, આ દિગ્ગજ ધારાસભ્ય આપશે રાજીનામું

લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં પક્ષપલટાની શરુઆત થઈ ગઈ છે. જ્યારે આજે આવા જ સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. જ્યારે સુત્રો દ્વારા જાણકારી મળી છે કે, આગામી સમયમાં ભાજપમાં વિધિવત રીતે જોડાશે અને વધુ બરાબર ગોઠવાઈ ગયુ હોવાથી તેઓ હવે વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી પેટાચૂંટણી લડે તેવું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપ સાથે વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સમીકર્ણ બનું ગયું છે. તેમના દ્વારા હવે રાજીનામું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને થોડા જ સમયમાં તે ભાજપ સાથે જોડાઈ જવાના છે. તેમ છતાં આ અગાઉ પણ વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રાજીનામુ આપવાના હોવાની ચર્ચા શરુ થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય  સી. જે. ચાવડા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે ઘણા મોટા મોટા માથા ભાજપમાં જોડાઈ તેવી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. એવામાં જેમ-જેમ ચુંટણી સામે આવી રહી છે તેમ-તેમ કાર્યકર્તા અને નેતાઓ દ્વારા પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે.

તેની સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મતદારોને રિઝવવા માટે અને કાર્યકરોને પોતાના પક્ષમાં કરવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પહેલા કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય  સી. જે. ચાવડા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. આ અગાઉ વિસાવદરના AAP નાં ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા MLA પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. ભાયાણી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને હવે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા હવે રાજીનામુ આપવાના હોવાનું સામે આવ્યું છે.