GujaratAhmedabad

કેનેડામાં રોડ અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોત, પરિવારમાં છવાયો માતમ

કેનેડાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કેનેડામાં વધુ એક ગુજરાતી નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. દહેગામના શિયાવાડા ગામના મિત નામ ના વિદ્યાર્થી નું રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. રોડ ક્રોસ કરતા સમયે ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવતા મિતનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. તેના લીધે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જાણકારી મુજબ, દહેગામના શિયાવાડા ગામ નો મિત નામનો વિદ્યાર્થી નવ મહિના અગાઉ કેનેડા ગયેલો હતો. તેમ છતાં હવે કેનેડાથી એકના એક પુત્રના મોત ના સમાચાર આવતા પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી ગયો છે. શિયાવાડા ગામના મિત નામના વિદ્યાર્થી ને રોડ ક્રોસ કરતા સમયે એક ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિત નું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, દહેગામના શિયાવાડા ગામના રાકેશભાઈ જયંતીભાઈ પટેલ અમદાવાદના નરોડામાં પરિવાર વસવાટ કરે છે. તેમનો 19 વર્ષિય મીત નામનો દીકરો વધુ અભ્યાસ અર્થે કેનેડાના બ્રેમટન ખાતે નવ મહિના પહેલા અગાઉ ગયો હતો. મીત કેનેડામાં અભ્યાસ સાથે નોકરી પણ કરી રહ્યો હતો. તેમ છતાં ગઈકાલે વહેલી સવારે મીત કામઅર્થે ઘરેથી નીકળ્યો તે સમયે રોડ ક્રોશ કરતા સમયે તેને ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. આ દરમિયાન જોરદાર ટક્કર વાગતા મીત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ફરજ પર હાજર તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે એકના એક દીકરા મૃત્યુથી પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.