AhmedabadCorona VirusGujaratMadhya GujaratSouth GujaratSurat

ગુજરાતમાં કોરોના મામલે મોટો ધડાકો: એક જ દિવસમાં 300 થી વધુ કેસ આવ્યા, 234 કેસ તો માત્ર અમદાવાદમાં

આરોગ્ય સચિવ જયંતિ રવિએ કોરોના ની અપડેટ આપતા જણાવ્યું કે, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 4082 અને મૃત્યુઆંક 197એ પહોંચ્યો છે.ગુજરાતમાં એક જ દિવસમાં 300 થી વધુ કેસ આવતા હવે ચિંતાનો વિષય છે.

જેમાં અમદાવાદમાં 234 કેસ , સુરતમાં 31 કેસ, વડોદરામાં 15 કેસ, આણંદમાં 11 કેસ , પંચમહાલમાં 4 કેસ, રાજકોટમાં 3, નવસારીમાં 3 ભાવનગરમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 16 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 59488 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 4082ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અમદાવાદમા આજે નવા 234 કેસની સાથે પોઝિટિવ કેસનો આંકડો 2777એ પહોંચી ગયો છે. જણાવી દઈએ કે અમદાવાદમાં કોઈ વિસ્તાર ગ્રીન ઝોનમાં નથી. દરેક વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે જેથી મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તારને રેડ અને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે 10 દિવસમાં 7793 સુપરસ્પ્રેડર્સનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.115ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શાકભાજી વેચનારાઓને ફ્રી માં માસ્ક અને સેનિટાઈઝર આપવામાં આવશે. 1મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.