હનુમાનજીની ‘કિંગ ઓફ સાળંગપુર’ ની મૂર્તિનું કરાયું અનાવરણ, જાણો શું છે મૂર્તિની વિશેષતાઓ….
સાળંગપુર ધામને લઈને ગઈ કાળના સાંજના મોટી જાણકારી સામે આવી હતી. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું ગઈકાલના અનાવરણ કરાયું હતું. હનુમાન જયંતિના એક દિવસ પહેલા એટલે કે ગઈકાલના આ મૂર્તિના વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા આ મૂર્તિ લોકાર્પણ કરાયું હતું.
મહત્વની વાત એ છે કે, સાળંગપુર તીર્થ કેવી રીતે બન્યું તેને લઈને એક શો પણ રજૂ કરાયો હતો. તેની સાથે આ શો માં વિરાટ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પાસે સ્માર્ટ અને ઇન્ટેલીજેન્ટ કલરફૂલ લાઈટ્સ, પેટર્ન અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દ્વારા લોકો સમક્ષ દ્રશ્યો રજૂ કરાયા હતા. આ શોમાં 13 મીનીટનો બનાવવામાં આવ્યો હતો. જેમાં સાળંગપુર તીર્થનો ઇતિહાસ, મહિમા, ભગવાન સ્વામિનારાયણનું આગમન, પૂજ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતાપી કષ્ભંજનદેવ હનુમાનજીની સ્થાપનાથી લઈને આજ દિવસ સુધી આ તીર્થના સ્થાન પર 54 ફૂટ ઊંચા કિંગ ઓફ સાળંગપુરની સ્થાપનાની કહાની દર્શાવવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે, હનુમાનજીની મૂર્તિના અનાવરણ બાદ ભક્તો દાદાની વિરાટ પ્રતિમાના દર્શનનો લાભ લેવા આવી રહ્યા છે. તેની સાથે આજે હનુમાન જયંતિના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંના ભોજનાલયને ખુલ્લું મુકવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, 4 ફૂટની આ વિશાળ પ્રતિમા સાત કિલોમીટર દૂરથી પણ દાદા ના દર્શન લોકો કરી શકશે. ભક્તો વિશાળ પ્રતિમાના દર્શન દૂરથી જોઈ શકે તે માટે પંચધાતુમાંથી બનેલ પ્રતિમાનું નિર્માણ કરાયું છે. કષ્ટભંજન દેવની આ મૂર્તિ મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે દ્વારા બનાવવામાં આવી છે. જ્યારે દાદા ની આ મૂર્તિ એટલી મજબૂત બનાવવામાં આવી છે કે, તેના પર ભૂકંપના મોટા ઝટકાની પણ અસર થશે નહીં.
આ પણ વાંચો: અડધી રાત્રે ઈંટોના ભઠ્ઠામાં લઇ જઇ પતિએ પત્ની સાથે કર્યું કે…
આ પણ વાંચો: ચાર દિવસની શોધખોળ બાદ ગુજરાતના વીર જવાનનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ
તમને જણાવી દઈએ કે, 54 ફૂટ ઊંચાઈ ધરાવનાર આ મૂર્તિને પંચધાતુમાંથી બનાવવામાં આવેલ છે અને તેની અંદરનું સ્ટ્રક્ચર સ્ટીલનું રહેલ છે. કષ્ટભંજન દેવની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામમાં આકાર પામી હતી અને દાદા ની આ મૂર્તિ નો વજન 30,000 કિલોની છે.
હવામાનની આગાહી ગુજરાતમાં આગામી ચાર દિવસ રહેશે ભારે, આ શહેરોમાં વરસશે કમોસમી વરસાદ