GujaratAhmedabad

રાજા મહારાજાઓ પર રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપ્યું મોટું નિવેદન

લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ દ્વારા પણ જોરશોરથી પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. જયારે બીજી તરફ પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમના ટ્વીટર એકાઉન્ટ પર રાહુલ ગાંધીનો એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. તેને લઈને રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાહુલ ગાંધીને લઈને એક ટ્વીટ કરવામાં આવી છે. તેમના દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, ”કોંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા છે કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા હતા. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું છે”. અંતે જણાવીએ દઈએ કે, જે વીડિયોમાં રાહુલ ગાંધી રાજા-રજવાડા વિશે કહી રહ્યા છે. જેમાં રાહુલ ગાંધી કહી રહ્યા હતા કે, રાજા-મહારાજાઓ જમીનો પડાવી લેતા હતા. તેમ છતાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના તેના લીધે રાહુલ ગાંધીની મુસીબતમાં વધારો થઈ શકે છે.

હર્ષ સંઘવી દ્વારા રાહુલ ગાંધીનો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, તેને લઈને અનેક કોમેન્ટ પણ કરવામાં આવી રહી છે. અંતે જણાવી દઈએ કે, ક્ષત્રિય સમાજને લઈને પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરેલી ટીપ્પણીનો વિવાદ હજુ ઓછો થયો નથી. તેવામાં હવે કોંગ્રેસ નેતા દ્વારા રાજા-રજવાડાને લઈ ટીપ્પણી કરવામાં આવી છે. ત્યારે પુરુષોત્તમ રૂપાલાની જેમ રાહુલ ગાંધીની મુશ્કેલી વધે તો નવાઈ કહેવાય નહીં.