GujaratAhmedabad

રાજ્યમાં ગરમીનો વધશે કહેર, હવામાન વિભાગે ચાર જિલ્લાઓમાં હીટવેવની કરી આગાહી

રાજ્યમાં હાલ ધીરે-ધીરે ગરમીએ જોર પકડ્યું છે. એવામાં આજે અને આવતીકાલના હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં પશ્ચિમથી ઉત્તર તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. તેની સાથે બુધવારના રાજ્યનાં આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિલસ અનેક જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાનું છે. જ્યારે આગામી ત્રણ દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ઘણી ઓછી રહેલી છે. જ્યારે  ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારો અને અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો માહોલ રહેવાની શક્યતા રહેલી છે.

તેની સાથે હવામાન વિભાગે આજે અને આવતીકાલના રાજ્યમાં યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને રાજકોટમાં હીટવેવને આગાહી કરી છે. બનાસકાંઠા અને અમદાવાદમાં પણ રાત્રીના ગરમ પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. તેના સિવાયનાં તમામ જીલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેવાનું છે. એવામાં તા. 29 નાં રોજ બનાસકાંઠા અને અમદાવાદમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે આજે બાકીનાં જીલ્લાઓમાં તાપમાન સામાન્ય રહેશે.