AhmedabadGujarat

હવામાન વિભાગની મોટી આગાહી, ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે

ગુજરાતમાં ફરી એક વખત ચોમાસુ ફરી સક્રિય બન્યું છે અને હવામાન વિભાગે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. સમગ્ર રાજ્યમાં સાત દિવસ ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે રાજ્યમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 63 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

તેની સાથે ડો. મનોરમા મોહન્તી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી સાત દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. આજે પ્રથમ દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેમકે વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 17 થી લઇને 23 તારીખ સુધી સાત દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે આવતીકાલના ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ સિવાય 19 થી 21 તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ સાથે માછીમારી અંગેની ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને પાંચ દિવસની ચેતવણી પણ આપી દેવાઈ છે.

આ સિવાય અમદાવાદ અંગે વાત કરતા તેમને જણાવ્યું છે કે, સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં પણ આગામી સાત દિવસમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે 19 અને 20 તારીખના ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા રહેલી છે.