
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ક્રાઈમની ઘટના માં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવી જ ઘટના સુરત શહેરથી સામે આવી છે. સુરતમાં એક મહિલાને નશાનો કારોબાર કરનાર વ્યક્તિને ટોકવું ભારે પડ્યું છે કેમકે આ મહિલા આ વ્યક્તિ દ્વારા અવારનવાર જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના નાનપુરા વિસ્તારમાં રહેનાર અને મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે કામ ફરજ પર રહેનાર મહિલા દ્વારા આજથી છ મહિના અગાઉ નશાનો કારોબાર કરનાર એક યુવકને આ વેપાર કરવાની ના પાડવામાં આવી હતી. તેના લીધા મહિલા પર આ ઇસમ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં મહિલાની ફરિયાદ બાદ પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા ગઈ કાલના આ વ્યક્તિ દ્વારા મહિલા પર ફરી હુમલો કર્યો હતો. તેમ છતાં મહિલા તેનાથી બચી ગઈ હતી.
આપણે બધા જાણીએ જ છીએ કે, ગુજરાતના નશાનો કારોબાર કરતા લોકોને પકડી પોલીસ દ્વારા જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે પરંતુ સુરતના નાનપુરા વિસ્તારમાં રહેનાર એક મહિલાને આ વ્યક્તિને સમજાવવું ભારે પડ્યું છે. આજથી છ મહિના અગાઉ આ મહિલા મહાનગર પાલિકાના સફાઈ કામદાર તરીકે ટીએનટી સ્કૂલ પાસે પોતાનું કામ કરી રહી હતી તે સમયે એક વ્યક્તિ બાળકને સફેદ પાવડર જેવી વસ્તુ આપી રહ્યો હતો. તેને લઈને રેશ્માબેન સોલંકીએ આ વ્યકિતને કહ્યું કે આવી વસ્તુ બાળકોને આપવી ન જોઈએ. તેને લઈને આ વ્યક્તિને ગુસ્સો આવી ગયો અને તે રેશ્માબેન સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
તેમ છતાં સ્થાનિક લોકો વચ્ચે આવી જતાં આ વ્યક્તિ ત્યાંથી નાસી ગયો હતો. ત્યાર બાદ આ રેશ્માબેન ત્યાંથી પસાર થતા તેના પર હુમલો કરવા આવ્યો હતો. જેના કારણે રેશ્માબેન મરતા-મરતા બચ્યા હતા. તેમ છતાં આ બાબતમાં મહિલા દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા ગઈ કાલના આ મહિલા પર યુવકે ફરીથી હુમલો કર્યો હતો. તેમ છતાં આ મહિલા બચી ગઈ હતી. મહિલા દ્વારા હાલ પોલીસ કાર્યવાહી સાથે રક્ષણ આપવાની માંગ કરવામાં આવી છે.

