AhmedabadGujarat

ચોમાસાની ઋતુમાં અમદાવાદમાં આ વિસ્તારમાં ભૂલથી પણ ગયા તો સમજો ભરાઈ ગયા

અમદાવાદ શહેરને આમ તો સ્માર્ટ સીટી કહેવામાં આવે છે. પરંતુ ચોમાસાની ઋતુમાં અમદાવાદના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા પ્રજા પરેશાન થઈ જાય છે. અમદાવાદમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં ચોમાસાની ઋતુમાં કલાકો સુધી પાણી ભરાઇ રહેવાની ફરિયાદ અમદાવાદ કોર્પોરેશનને મળે છે.

નોંધનીય છે કે, ચોમાસાની ઋતુને ધ્યાને લઈને અમદાવાદ શહેરના નાગરિકોને કોઈ પરેશાની ન પડે તે હેતુથી AMC દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જો કે, AMCના પ્રિ-મોન્સૂન પ્લાનમાં જ અનેક ચોકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદ શહેરમાં 100 કરતા પણ વધુ એવા વિસ્તાર છે જ્યાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જતું હોય છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં 100 કરતા લન વધારે એવા વિસ્તારો છે જ્યાં થોડો વરસાદ પડતા જ પાણી ભરાઈ જતું હોય છે. જેમાં નિકોલ વિસ્તારમાં ખોડિયાર મંદિરથી જીવનવાડી બાજુથી થઈને કેનાલ સુધી, બાપાસિતારામથી શિવાજી ચોક, સાંનિધ્ય પાર્ક, નિકોલ ગામથી સુરભી સુધી, ગોપાલ ચોકથી કેનાલ સુધી પાણી ભરાઈ જાય છે.

જ્યારે નવરંગપુરા વિસ્તારમાં વિજય ક્રોસ રોડ, પાંજરાપોળ ક્રોસ રોડ, નારણપુરા વિસ્તારમાં એઇસી બ્રિજ ક્રોસ રોડ, સ્ટેડિયમ વિસ્તારમાં સ્થાનકવાસી જૈન દેરાસર, સરખેજ વિસ્તારમાં આલ્ફા બજાર નજીક, MRF ટાયર પાસે, પ્રહલાદનગર પાસે, કોર્પોરેટર રોડ, વોડાફોન ટાવર પાસે, મક્તમપુરા વિસ્તારમાં ચીનાર બંગલોઝ રોડ, ગુલઝાર પાર્ક ગેટ નં-2, મેમણ હોલ, ફઝલે રહેમાની ખાડો, ઝમઝમ ડેરી પાસે, ચાંદલોડિયા વિસ્તારમાં યેદુડી ગરનાળુ, ગોતા વિસ્તારમાં શ્રીજી બંગલોઝ, અનુષ્ઠાન બંગ્લોઝ, વટવા વિસ્તારમાં બુરહાની સોસાયટી, ભગવાન નગર, કુત્બેઆલમ, અસારવા વિસ્તારમાં સાંઈબાબા સોસાયટી,ચમનપુરા સર્કલથી ઓમનગર, શાહીબાગ વિસ્તારમાં ફોરેન્સિક ક્રોસ રોડ, ગિરધનગર સોસાયટી ટીપી રોડ,ઠક્કરનગર વિસ્તારમાં પાર્શ્વનાથ ટાઉનશિપ, ઉત્તમનગર, નરોડા વિસ્તારમાં ગણેશ મંદિર, હિલોની રોડ, હરીદર્શન ચાર રસ્તા, વ્યાસવાડી તેમજ ઇન્ડિયા કોલોની વિસ્તારમાં ડી કોલોની, સંજયનગર ચોકઠા, સૈજપુર વિસ્તારમાં ઉમા સ્કૂલ, સૈજપુર ગરનાળા અને સરસપુર વિસ્તારમાં તપોવન સોસાયટી. ઉપર જણાવેલ તમામ વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદ દરમિયાન પણ પાણી ભરાઈ જતા હોય છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે