GujaratAhmedabad

RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં રાખજો આ વાતનું ધ્યાન નહિ તો લેવાના દેવા થઈ જશે

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત આર્થિક રીતે પછાત ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે આગામી 10 એપ્રિલથી 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે આ વખતે શાળા પ્રવેશ આવકવેરા રિટર્ન અંગેની માહિતી માંગવામાં આવી છે. તેમજ જે કોઈ પણ વાલીઓની આવલ આવકવેરાને પાત્ર ના થતી હોય તેવા વાલીઓએ આ વખતે સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. પરંતુ જો RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે કોઈપણ પ્રકારના બોગસ દસ્તાવેજ કે કોઈ ખોટી માહિતી આપી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો તો વાલી સામે આ મામલે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, RTE અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બાળકોના પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા આગામી 20 દિવસમાં પૂર્ણ કરવાની તૈયારી રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. જોકે, આ વખતે RTE અંતર્ગત પ્રવેશ આપવામાં તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વળી કોઈપણ પ્રકારના ખોટા દસ્તાવેજ ઉભા કરીને પોતાના બાળકનો પ્રવેશ ના કરાવી તે માટે શિક્ષણ વિભાગે આ વખતે આગોતરી તૈયારી કરી રાખી છે. જેથી કોઈ ગરીબ બાળક પ્રવેશથી વંચિત ના રહી જાય.

નોંધનીય છે કે, અનેક વાલીઓ પોતાના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાવવા માટે બોગસ દસ્તાવેજો ઉભા કરતા હોય છે. ત્યારે આ વખતે જો કૂ વાલળીએ આવું કરવાનો પ્રયાસ કર્યો તો આ મામલે વાલીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દરવર્ષે RTE અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા લાખો વાલીઓ પોતાના બાળકો માટે અરજી કરે છે. અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ મળી 1500થી વધુ ખાનગી શાળાઓમાં RTE હેઠળ આશરે 14 હજારથી વધુ બેઠકો પર ફોર્મ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરાશે. ખાસ કરીને આ વખતે કોઈ વાલી ખોટા દસ્તાવેજ કરીને પ્રવેશ ન મેળવે તે માટે આ વખતે આવકવેરા રિટર્નની મહિતી પણ માંગવામાં આવી છે. જે વાલીઓની આવક આવકવેરાને પાત્ર ના થતી હોય તે વાલીઓએ તેમનું સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. જોકે, ફોર્મની ચકાસણી દરમિયાન કે શાળા પ્રવેશ દરમિયાન જો કોઇ વાલીએ બોગસ દસ્તાવેજના આધારે પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હશે તો તે વાલી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે, છેલ્લા ઘણા વર્ષોમાં અનેક વાલીઓએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને પોતાના બાળકને RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ વખતે કોઈ પણ રીતે ગેરરીતિ ન થાય અને જરૂરિયાત મંદ બાળકને RTE નો લાભ મળે તે હેતુથી અધિકારીઓ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.