GujaratAhmedabad

અમદાવાદમાં બોગસ ડોક્ટરને ઝડપી પાડી હોસ્પિટલને કરાઈ સીલ

રાજ્યમાં બોગસ ડોકટરો સતત સિલ સિલો જોવા મળી રહ્યો છે. તેને લઈને અવારનવાર બાબતો સામે આવતી રહે છે. જ્યારે આજે આવી એક બાબત અમદાવાદથી સામે આવી છે. અમદાવાદ CDHO દ્વારા બાવળા તાલુકામાં બોગસ ડોક્ટરને ઝડપી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે. ડો. શૈલેશ પરમાર દ્વારા બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે.

જાણકારી મુજબ, અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર દ્વારા બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સાથે અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ને સીલ કરી દેવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા બોગસ ડોક્ટરને ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરનાર લોકોમાં ફફડાટ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, ડિગ્રી વગર બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરનાર લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસરની સારવાર આપવામાં ન આવે તો વધુ મુશ્કેલી પડી શકે છે. તેના લીધે લોકોએ પણ આવા બોગસ ડોક્ટરો પાસે સારવાર કરાવી જોઈએ નહીં. દર્દી એ સારવાર માટે નજીક ના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, થોડા દિવસ પહેલા આ જ હોસ્પિટલમાં એક બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. મેહુલ ચાવડા નામનો વ્યક્તિ આ હોસ્પિટલ ચલાવી રહ્યો હતો.