GujaratAhmedabad

અમદાવાદ માં બેફામ ઝડપે જતાં ડમ્પર ચાલકે ASI ને અડફેટે લેતા મોત, ડ્રાઈવર ની ધરપકડ

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આરોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગબનતા રહે છે.ત્યારે વધુ એક અમદાવાદથી સામે આવ્યો છે.

જાણકારી મુજબ, અમદાવાદના ખોખરા રેલવે ઓવરબિજ નજીક સલાટનગરના ગેટ નજીક ડમ્પર ચાલક દ્વારા બાઈક ચાલકને અડફેટે લેવામાં આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. રેલવે RPF માં ASI તરીકે ફરજ બજાવનાર સત્યેન્દ્ર ચૌધરી બાઈક લઈ અને ઘરે પરત આવી રહ્યા હતા. તે સમયે ડમ્પર ચાલક દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે તેઓને શરીરના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે, મણિનગર ખાતે રેલવે RPF માં ASI તરીકે ફરજ બજાવનાર સત્યેન્દ્ર ચૌધરી ડયૂટી પુરી કરીને બાઈક પર ઘરે જવા માટે નીકળ્યા હતા. એવામાં ખોખરા ઓવરબ્રિજના વળાંક સમયે સલાટનગરની સામે ડમ્પર ચાલક દ્વારા તેમના બાઈકને ટક્કર મારવામાં આવતા તેઓ આગળના વ્હીલમાં આવી જતા ઈજાગ્રસ્ત થયા હતા. તેની સાથે તેમનો ડાબો પગ કપાઈ જવા સાથે માથામાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. તેમને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમ છતાં તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ મામલામાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.