GujaratAhmedabad

અમદાવાદના વેજલપુરમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યો

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવી એક બાબત અમદાવાદના વેજલપુરથી સામે આવી છે. વેજલપુરમાં લગ્નના માત્ર સવા વર્ષના સમયગાળામાં પતિ સાથે મનમેળ ન થતા પત્ની દ્વારા પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા હત્યાના ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જાણકારી મુજબ, વેજલપુરમાં બુટ ભવાની મંદિર સામે ન્યુ વ્રજ સોસાયટીમાં અનિલ રાઠવા નામના યુવકની 23 જૂનના રોજ રાત્રીના ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખવામાં આવી હતી. તે મામલામાં અનિલ રાઠવાની પત્ની સ્નેહલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. રાત્રી બે વાગ્યાના આજુબાજુ બે અજાણ્યા બુકાનીધારી ઈસમો તેમના ઘરમાં આવી ગયા અને તેને ચૂપચાપ બેસી રહેવાનું જણાવ્યું હતું. તે સમયે પતિ અનિલ જાગી જતા એક વ્યક્તિ દ્વારા અનિલને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી અને અન્ય દ્વારા હાથ પગ પકડી રાખી હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ બંને નાસી ગયા હતા. તેમ છતાંપોલીસને શરૂઆતથી જ સ્નેહલ રાઠવા પર શંકા ગઈ હતી. પકડાઈ જવાના ભયથી પોતાનો ફોન તોડી નાખ્યો હતો, પરંતુ પોલીસ દ્વારા કોલ ડીટેલ્સ કઢાવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થઈ ગયો હતો.

આ મામલામાં સ્નેહલ રાઠવા ની પૂછપરછ કરવામાં આવતા જાણકારી સામે આવી છે કે, સ્નેહલ રાઠવાએ વર્ષ 2023 માં માર્ચ મહિનામાં અનિલ રાઠવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમ છતાં લગ્ન બાદથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો. તે સમયગાળામાં તેના સ્કૂલ ના મિત્ર વિશાલ પઢિયાર સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે તેનો સંપર્ક થયો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. ત્યાર બાદ સ્નેહલ દ્વારા વિશાલ ને ફોન કરી તેની સાથે લગ્ન કરવાનું કહ્યું અને તેના પતિને મોતને ઘાટ ઉતારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

ત્યાર બાદ આરોપી વિશાલ તેમજ તેનો મિત્ર જીગ્નેશ રાજપૂત 22 મી જૂનના રોજ રાત્રીના વડોદરાથી બાઈક લઈને અમદાવાદ પહોંચ્યા હતા. રાત્રીના બે વાગ્યાના સમયગાળામાં તેઓ વેજલપુર બુટ ભવાની મંદિર આવ્યા હતા. પતિ ના સુઈ ગયા બાદ બંનેને સ્નેહલે ઘરમાં બોલાવ્યા હતા. વિશાલ દ્વારા દુપટ્ટાથી અનિલ રાઠવા નું ગળું દબાવવામાં આવ્યું જીગ્નેશ દ્વારા તેના હાથ પગ પકડી રાખવામાં આવ્યા હતા. હત્યા કર્યા બાદ બંને આરોપી ઓ વડોદરા નાસી ગયા હતા.

આ ઘટનાને લઈને મૃતકના પિતા પ્રેમાભાઈ રાઠવા ની ફરિયાદના આધારે ગુનામાં સામેલ મૃતકની પત્ની સહિત ના ત્રણેય આરોપીઓ ની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, મૃતકની પત્ની અને આરોપી વિશાલ સ્કૂલ સમયમાં ધોરણ 8 સુધી સંપર્કમાં રહેલા હતા અને ત્યાર બાદ સ્નેહલને અનિલ રાઠવા સાથે પ્રેમ થતા તેણે પ્રેમ લગ્ન કરી લીધ હતા. એવામાં છેલ્લા 2-3 વર્ષથી વિશાલ સાથે સંપર્કમાં રહેલી હતી અને મળવા પણ તેને જતી હતી. લગ્ન બાદ પતિ સાથે મનમેળ ન થતાં આ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ અગાઉ તેના દ્વારા ઊંઘની ગોળીઓ ખવડાવી પતિની હત્યા કરવાનો વિચાર કરવામાં આવ્હયો તો, જોકે બાદમાં આ રીતે હત્યાને અંજામ અપાયો છે. આ કેસમાં અંતે વેજલપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.