GujaratMehsanaNorth Gujarat

પાટણમાં બંને પૂર્વ શહેરના પ્રમુખની પત્નીના હાર્ટએટેકથી મોત, દુઃખદ પ્રસંગમાં પરિવારને સાંત્વના આપવા ગોપાલ ઇટાલિયા પહોંચ્યા…

પાટણથી આમ આદમી પાર્ટીને લઈને દુઃખદાયક ઘટના સામે આવી છે. પાટણ આમ આદમી પાર્ટીના બે હોદ્દેદારોની પત્નીના એક બાદ એક હાર્ટએટેક આવતા કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે આમ આદમી પાર્ટીમાં શોકનું મોજુ છવાઈ ગયું છે. એક જ દિવસે બંને મિત્રોની પત્નીના 12 કલાકના સમયગાળામાં અંતિમ સંસ્કાર કરાયા હતા. તેના લીધે બે પરિવારોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

પાટણમાં શહેરના આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ ધર્મેશ પટેલના પત્ની ભાવિકાબેનને આકસ્મિક રીતે હાર્ટએટેક આવતા તેમની તબિયત લથળી ગઈ હતી અને ગુરૂવારની સાંજના તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મહત્વની વાત એ છે કે, શુક્રવાર રોજ સવારે તેમનાં અગ્નિસંસ્કાર કરાયા હતા.

એવામાં શુક્રવારના રોજ બપોરના સમયે બીજા પૂર્વ શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડીયાની પત્ની ઉર્મિલાબેનનું આકસ્મિક રીતે હાર્ટઅટેક આવતા કરુણ મોત નીપજ્યું હતું. જયારે તેમના અંતિમ સંસ્કાર સાંજે કરાયા હતા. શુક્રવારના રોજ 12 કલાકના સમયગાળા વચ્ચે બંને પૂર્વ પ્રમુખની પત્નીઓના અંતિમ સંસ્કાર કરાયા હતા. આમ આમ આદમી પાર્ટીના બંને હોદ્દેદારોની ધર્મ પત્નીના હાર્ટ અટેકથી એક પછી એક મોત થતા બંનેના પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આ તારીખના વરસાદી માહોલ બનશે

આ પણ વાંચો: વડોદરામાં દર્દનાક ઘટના, પત્નીએ આત્મહત્યા કરી તો પતિએ ગળા પર બ્લેડ મારી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

આ પણ વાંચો: અમદાવાદના અંબિકા દાળવડા સેન્ટરને કરવામાં આવ્યું સીલ, જાણો શું છે મામલો?

નોંધનીય છે કે, બંને હોદ્દેદારોને સાંત્વના આપવા પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિતના પ્રદેશના હોદ્દેદારો રવિવારના રોજ પરિવારની મુલાકાતે આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમની આ દરમિયાન તસ્વીરો પણ સામે આવી છે.