રાજકોટમાં એક વ્યક્તિએ મહિલાને માર્યા લાફા, ભાગીદારીના મામલામાં કરી લાફાવાળી….
રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. રાજકોટથી આવી જ બાબત સામે આવી છે. રાજકોટમાં એક વ્યક્તિ દ્વારા મહિલાને લાફા મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
જાણકારી મુજબ, હિસાબ પેટેના બે લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતા મહિલાને લાફા મારવામાં આવી હતી. આ મામલામાં વધુ સામે આવ્યું છે કે, રક્ષાબંધનના દિવસે વેલ્યુ ફેશ સ્ટુડિયો નામની કપડાની દુકાનમાં આ ઘટના ઘટી હતી. જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મહિલાને યુવક દ્વારા લાફા મારવામાં આવ્યા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યાર બાદ આ સમગ્ર મામલામાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ચંદારાણા નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી યુવતી અને ચિરાગે થોડા વર્ષોથી ભાગીદારીમાં દુકાન ચલાવવામાં આવી હતી.
આ મામલામાં પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રક્ષાબંઘનના દિવસે એક કાપડની દુકાનમાં એક મહિલા અને એક વ્યક્તિ વચ્ચે પૈસાની લેવડ-દેવડમાં ઝઘડો થયો હતો. આ બંન્ને પાર્ટનશિપમાં ધંધો કરતા હતા અને દર મહિને હિસાબ કરવામાં આવતો હતો. એવામાં હિસાબ કરવામાં આવતા આરોપી દ્વારા મહિલાને લાફા મારી દેવામાં આવ્યા હતા. આ મામલામાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ ક્ર્વાઆ આવી છે.