SaurashtraGujaratRajkot

રાજકોટમાં યુવાન પોલીસ કોન્સ્ટેબલે ૧૦માં માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો, પરિવાર આઘાતમાં

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. રાજકોટમાં ફરજ બજાવનાર પોલીસ કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગર દ્વારા મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે બિલ્ડિંગના 10 મા માળેથી છલાંગ લગાવી આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલા તપાસ હાથ ધરી છે.

જાણકારી મુજબ, રાજકોટ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર ભાર્ગવ બોરીસાગર નામના યુવાન દ્વારા રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટરના બી બ્લોકમાં 10 મા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસ દ્વારા આ મામલામાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી દેવાયો હતો.

પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવેલ આપઘાતના બનાવ અંગે પરિવારજનો પણ કોઈ ચોક્કસ કારણ જાણતા ન હોવાને લીધે પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ શરુ કરી છે. જ્યારે 23 વર્ષીય આશાસ્પદ યુવાનના અગમ્ય કારણોસર આપઘાત કરી લેવાના લીધે પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.