South GujaratGujaratSurat

સુરતમાં SMC ના કર્મચારીઓને સ્વિમિંગ પૂલમાં દારૂની પાર્ટી કરવી પડી ભારે, ત્રણ આધિકારીઓને કોર્પોરેશને કર્યા સસ્પેન્ડ

સુરતમાં સ્વિમિંગ પુલમાં દારૂ અને નોનવેજ ની મહેફીલ માણતા અધિકારીઓનો થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો. જ્યારે હવે આ મામલામાં ત્રણ અધિકારીઓને કોર્પોરેશન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય એક કર્મચારી ને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ ત્રણ સ્વિમિંગ ઇન્સ્પેક્ટર ની ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે.

આ સમગ્ર મામલાને લઈને જણાવી દઈએ કે, સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂ અને નોનવેજ ની મહેફીલ માણતા ત્રણ અધિકારીઓને કોર્પોરેશન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં એક અધિકારીને ટર્મિનેટ કરાયા છે. જ્યારે ત્રણે સ્વિમિંગ ઇન્સ્પેકટર સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે. દારૂની મહેફીલ નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને સિંગણપોર પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપોર સ્વિમિંગ પૂલની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હોવાનો એક જાગૃત નાગરિક દ્વારા રેડ પાડી વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું કે, અધિકારીઓ દારૂ પી રહ્યા હતા. રેડ પડતાં જ તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ નાસી ગયા હતા. આ મામલામાં સ્થાનિક કોર્પોરેટર ને જાણ કરવામાં આવતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, સીંગણપોર ના સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ માણવાની બાબતમાં સુરત સીંગણપોર પોલીસ દ્વારા પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, સંજય ભગવાકર, પીનેશ સારંગ અને અજય શેલર નામના આરોપીઓના નામ સામેલ છે. જ્યારે આરોપી પંકજ ગાંધી સીનિયર ઇન્સ્પેક્ટર, તેજસ ખલાસી સેવિંગ ઇન્સ્પેક્ટર અને પીનેશ સારંગ તેમજ અજય સેલર ઇન્સ્પેક્ટર તરીકે સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવી રહ્યા છે. દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ રહેલો હતો. તમામ પાલિકાના અધિકારીઓ રહેલા છે અને ક્લાસ-3 અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.