AhmedabadGujarat

ડીંગુચા પરિવારના મૃત્યુના કેસમાં કેનેડા પોલીસે અમદાવાદ સહિતના સ્થળોએ શરૂ કરી તપાસ

કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના મોત બાદ આ મામલો ચર્ચાનો વિષય બનેલો છે. તેને લઈને સતત પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. જ્યારે આ મામલામાં સૌથી મોટી જાણકારી સામે આવી છે. ડિંગુચાના પટેલ પરિવારના મોત મામલે કેનેડા પોલીસની ટીમ ગુજરાતમાં આવી પહોંચી છે. કેનેડા પોલીસીની ટીમ દ્વારા ગુજરાતમાં તપાસ શરૂ કરવામાં આવી છે. કેનેડા પોલીસની ટીમ સ્થાનિક પોલીસની સાથે મળીને અમદાવાદ અને અન્ય શહેરોમાં તપાસ શરુ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેનેડા પોલીસની ટીમ કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2022 માં બોર્ડર ક્રોસ કરતી વખતે ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત નીપજ્યા હતા.

જ્યારે આજથી એક વર્ષ અગાઉ અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયત્નમાં ડિંગુચા ગામનો પટેલ પરિવાર મોતને ભેટ્યો હતો. તેના લીધે આ પરિવારના મોતને ચર્ચા વિષય બનેલ છે. આ મામલામાં  ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ધરપકડ બાદ SMC દ્વારા બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાન દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન SMC દ્વ્રારા મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાના લીધે કરૂણ મોત નીપજ્યા હતા. તે કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના લીધે તે સહન ન કરી શકતા આ સમગ્ર પરિવાર ઠંડીમાં થીજી ગયો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. મહત્વની વાત એ છે કે, ડીંગુચાનો પરિવાર પહેલા દુબઈ ગયેલો અને ત્યાર બાદ ટોરેન્ટોમાં ગયો હતો. તેમ છતાં વીનીપેગમાં ઠંડી હોવાના લીધે બાળકોને ઠંડી લાગવાથી પણ મોત નીપજ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, વીનીપેગ ખાતે એજન્ટો દ્વારા આ પરિવારને છોડી દેવામાં આવ્યું હતું. તેની થે એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ખુલાસો થયો છે.