GujaratAhmedabad

મહીસાગર ખાનપુર ગામમાં યુવકે હેવાનિયતની હદ વટાવી, વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરવાની સાથે બચકા ભર્યા

મહીસાગર જિલ્લામાં વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવક દ્વારા વૃદ્ધા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. તેની સાથે યુવક દ્વારા વૃદ્ધાના શરીર પર બચકા પણ ભરવામાં આવ્યા હતા. હાલમાં વૃદ્ધાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જાણકારી મુજબ, મહિસાગરના ખાનપુર પંથકના એક ગામથી આ ઘટના સામે આવી છે. જેમાં ગામના જ યુવક દ્વારા વૃદ્ધા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘરમાં એકલી રહેનાર વૃદ્ધાનો લાભ ઉઠાવીને આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેની સાથે વૃદ્ધાના શરીર પર આરોપી દ્વારા બચકા ભરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ઈજાગ્રસ્ત વૃદ્ધાને 108 ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલામાં બાકોર પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં ફરાર આરોપીની તપાસ હાથ ધરવામાં આવી છે.

તેની સાથે પુત્રીને માતા સાથે બનેલી ઘટનાની જાણ થતા તેને ભારે આઘાત લાગ્યો હતો. માતાને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે પુત્રી માતાની હાલત જોઇને રડવા લાગી હતી. વૃદ્ધાના સંબંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગામનો આ યુવક અચાનક ઘર માં આવી ગયો અને ઘરમાં ગયા બાદ તેના દ્વારા વૃદ્ધાનું મોઢુ દબાવી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમના શરીર પર બચકા ભર્યા હતા. હાલમાં તેમની હાલત ગંભીર રહેલી છે. અમારા દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઇને આવ્યા હતા.