GujaratAhmedabad

પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરનાર ઘટના : સગી દીકરીનું બહાર લફરું હોવાની જાણ થતાં પિતાએ તેનો લાભ ઉઠાવી સતત એક વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું

અમદાવાદ પિતા-દીકરીના સંબંધને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. કેમ કે, સગી દીકરી પર પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. તેની સાથે પિતા દ્વારા છેલ્લા એક વર્ષથી પોતાની સગીર દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું હતું. અંતે દીકરીએ કંટાળીને સમગ્ર બાબત પોલીસને જણાવી દીધી હતી. સગીર દીકરીની ફરિયાદના આધારે વટવા પોલીસ દ્વારા નરાધમ પિતાની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેનાર અને કલરકામ કામ કરનાર પિતા તેના ત્રણ સંતાનો સાથે રહી રહ્યો  હતો. તેમ છતાં છેલ્લા આઠ વર્ષથી માતા ઘર છોડીને ચાલી ગઈ હોવાના લીધે ત્રણેય સંતાનોનો ઉછેર પિતા દ્વારા જ કરવામાં આવી રહ્યો હતો. એવામાં છેલ્લા એક વર્ષથી પિતા દ્વારા તેની 15 વર્ષની મોટી દીકરી નજર બગડતા તેને મારી નાખવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચરતો રહેતો હોવાનું સામે આવ્યું છે.  એવામાં અંતે પિતાની આ હરકતથી કંટાળીને દીકરી પોલીસના શરણે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા દીકરીની ફરિયાદના આધારે નરાધામ પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે.

તેની સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનો રહેલો છે અને છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદના વટવા વિસ્તારમાં રહી રહ્યો હતો. આરોપી પિતા કલરકામની છૂટક મજૂરી કરતો હતો. પોતાની સગીર દીકરીને અન્ય કોઈ યુવક સાથે મિત્રતા હોવાની અને તેની સાથે મોબાઈલ પર છુપાઈને વાતચીત કરતી હોવાની જાણકરી તેના ભાઈ દ્વારા પિતાને કરવામાં આવી હતી. તેના લીધે પિતા દ્વારા આ તકનો લાભ ઉઠાવી દીકરીને ઠપકો આપીને સમજાવવાની જગ્યાએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેમ છતાં દીકરી દ્વારા તેના પિતાની હરકત પોતાના મિત્રને કહેવામાં આવતા અંતે  પિતા વિરૂદ્ધ દીકરી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દીકરીની ફરિયાદને આધારે વટવા પોલીસ દ્વારા પિતા વિરૂદ્ધ પોક્સો સહિતની કલમોની ફરિયાદ દાખલ નરાધમ પિતાની ધરપકડ કરીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.