ગુજરાત અને દેશમાં લવજેહાદના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વધુ એક લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. જ્યાં વિધાર્મીઓએ હિન્દૂ નામથી બે સગી બહેનોને પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં મરજી વિરુદ્ધ બંને બહેનોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને સગી બહેનોમાંથી વિધર્મીએ નાની બહેનને વિધર્મી યુવકે હિન્દુ નામથી ફેસબુક માં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને તેની સાથે મિત્રતા કરી બાદમાં તેનો વિશ્વાસ જીતી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જે પછી વિધાર્મીએ તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી યુવતીને માલુમ પડ્યું હતું કે, યુવકનું નામ મંથન જોશી નહિ પણ શોહેલખાન છે. જ્યારે ઇકબાલ નામના યુવકે કોમ્પ્યુટર ક્લાસમાં મોટી બહેન સાથે પહેલા મિત્રતા કરી અને બાદમાં તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અને પછી તેણે મોટી બહેનના કેટલાક વીડિયો બનાવીને તેને પોતાની સાથે રહેવા માટે મજબૂર કરી હતી. અને વિધર્મી યુવક બાદમાં યુવતીને મુંબઈ લઇ ગયો હતો. જ્યાં મરાઠી ભાષાના એક સોગંદનામા પર લગ્ન કરવાનું કહીને યુવતીની સહી કરાવી હતી. જે પછી યુવકે લગ્ન કર્યા વગર જ યુવતીને 7 વર્ષ સુધી ઉત્તર પ્રદેશમાં ગોંધી રાખી હતી. યુવતી ત્યાંથી ચશ્માં બનાવવાનું બહાનું કરીને ઉત્તર પ્રદેશથી ભાગીને અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. પીડિતા હાલ આ મામલે હવે ન્યાયની માંગ કરી છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાત અને દેશમાં લવજેહાદના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત વધતા કેસોને લઈને પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે આ મામલે પણ પોલીસ તપાસ બાથ ધરવામાં આવી છે.