AhmedabadGujarat

ઇસ્કોન અકસ્માત: તથ્ય પટેલે સ્વીકાર્યું કે સ્પીડ હતી ૧૨૦, ભાઈ કઇ ન દેખાયું નહિતર બ્રેક મારત…

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર ગત રોજ મોડી રાત્રે બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. ગઈ કાલના આ અકસ્માત બાબતમાં પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને સંપૂર્ણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સિવાય ત્યાં બંને આરોપીઓ પાસે માફી મંગાવવાની સાથે ઉઠકબેઠક પણ પોલીસ દ્વારા કરાવવામાં આવી હતી. જ્યારે આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: પુત્રના કારણે પિતા પ્રજ્ઞેશ પટેલનો ગુનાહિત ઇતિહાસ આવ્યો સૌની સામે

આ અકસ્માત બાદ લોકો દ્વારા જેગુઆર કારચાલક તથ્ય પટેલને માર મારવામાં આવ્યો હતો. ત્યારે તથ્ય પટેલનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તથ્ય ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ વાનમાં ચડવાનાં પગથિયાં પર બેસતો જોવા મળે છે. ત્યાર બાદ લોકો દ્વારા તેને પૂછવામાં આવી રહ્યું છે કે, તું સાચું બોલ તારી કાર સ્પીડમાં હતી. તું સાચું બોલ, ત્યાર બાદ તથ્યે જણાવ્યું કે, મારી કાર 120 પર રહેલી હતી. તેના લીધે એક વ્યક્તિ બોલે છે કે તને દેખાયું નહોતું. તેના પર તથ્યે જણાવ્યું કે, મને દેખાયું નહોતું નહીંતર હું બ્રેક ના મારું.

તેની સાથે  આ વીડિયો સામે આવ્યા બાદ ગમખ્વાર અકસ્માતની ગંભીરતા જોઈ શકાય છે. આ વીડિયોની પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત નો આરોપી તથ્ય પટેલ બિન્દાસ પોલીસ સ્ટેશનમાં પણ આવતા જોવા  મળ્યો હતો. તેના ચહેરા પર જરા પણ અફસોસ જોવા મળ્યો નહોતો. બાપ-દીકરા બંને એક જ જગ્યાએ હાજર રહ્યા હતા. બંને ગુનેગાર જેવી માનસિકતા ધરાવી રહ્યા હતા.

આ પણ વાંચો: ઇસ્કોન અકસ્માત: ૯ લોકોના જીવ લેનાર તથ્ય પટેલને કોર્ટમાં રજુ કરાયો, તથ્યના વકીલે બચાવમાં વિચિત્ર દલીલો કરી

નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ પર બુધવાર ની રાત્રીના ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નવ લોકોના કરૂણ મોત થયા હતાં. અકસ્માત થયા બાદ અકસ્માત ના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં લોકો ફંગોળતા જોવા મળ્યા હતા. તેની સાથે રસ્તા પર કારના બોનેટ પર લાશો પડેલી જોવા મળી હતી. આ બધાની વચ્ચે આરોપી તથ્ય પટેલ ને તેનો પિતા પ્રજ્ઞેશ આવીને લઈને ચાલ્યો જતા પણ જોવા મળ્યો હતો. પોતે પોતાના પુત્રની ભૂલ કહેવાના બદલે તે બિન્દાસ આવે છે અને તેને લઈને ચાલ્યો જાય છે. તેની સાથે તથ્ય પટેલની કારમાં તથ્ય પટેલ સહિત બે યુવક અને ત્રણ યુવતીઓ પણ રહેલી હતી. તથ્ય પટેલ કાર ચલાવી રહ્યો હતો, ત્યારે તેની બાજુમાં એક યુવતી બેઠેલી હતી.