AhmedabadGujarat

પાસપોર્ટ માટે ઓનલાઈન નંબર લઈને ઇન્કવાયરી કરવી મહિલાને પડી ભારે, લાખો રૂપિયાનું ફરી ગયું ફુલેકુ

રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ અમદાવાદમાં વધુ એક ઓનલાઈન ઠગાઇનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની બોપલ વિસ્તારમાં વસવાટ કરતી સિનિયર સિટિઝન મહિલાએ પોતાના પુત્રનો પાસપોર્ટ ઘરે આવ્યો નહતો. તેથી તેમણે ગૂગલ પર જઈને બ્લૂ ડાર્ટનો નંબર ઓનલાઈન સર્ચ કર્યો હતો. તે નંબર પર ફોન કરતા જ સામે વાળી વ્યક્તિએ મહિલા પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. ત્યારે સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી કાશ્મીરા દવે નામની મહિલાએ પોતાના દીકરાનો પાસપોર્ટ ઘરે આવ્યો ન હતો. તે કારણથી તેણે ગૂગલ પર જઈને બ્લૂ ડાર્ટ કંપનીનો નંબર ઓનલાઈન સર્ચ કર્યો હતો. ત્યારે ફોન ઉપાડનાર સાંવ વાળી વ્યક્તિએ મહિલાને વાતોમાં લઈને તેને વ્હોટ્સએપમાં એક લિંક મોકલી હતી. અને કહ્યું કે તમે આ લિન્ક ઓપન કરીને તેમાં અપાશે માહિતી ભરો અને બે રૂપિયા ટ્રાન્સફર કરો એટલે તમારું કામ થઈ જશે. જે પછી મહિલાના એકાઉન્ટમાંથી જુદા જુદા 13 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને મહિલાના એકાઉન્ટમાંથી 2.97 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદી મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, આ પહેલા પણ અમદાવાદમાં કેનેડાની સસ્તી ટીકીટના નામે છેતરપિંડી અચર્યાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આમ અવારનવાર લોકો સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: શુભ પ્રસંગની કંકોત્રી લઈને માતાના આશીર્વાદ લેવા આવતા શ્રદ્ધાળુઓ માટે અંબાજી ટ્રસ્ટ દ્વારા કરાઈ વ્યવસ્થા

આ પણ વાંચો: પતિનું અવસાન થયું, પત્નીએ હિંમત ન હારી, ખેતી શરૂ કરી અને 30 લાખની કમાણી કરી