GujaratJamnagarSaurashtra

જામનગરના હૃદય રોગના નિષ્ણાત ડો. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી અવસાન


જામનગરના હૃદય રોગના નિષ્ણાત ડો. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેક નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.  સૌરાષ્ટ્રના તેમજ જામનગર ના સૌ પ્રથમ હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર ગૌરવ ગાંધીનું અવસાન થતા ડોક્ટર બેડમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. જ્યારે ખૂબ જ નાની ઉમરે તેમનું અવસાન થયું છે.

માહિતી મુજબ, ડો. ગૌરવ ગાંધીને હૃદય રોગનો હુમલો આવતા સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન નીપજ્યું હતું. તેમના મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે હાલમાં હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ડોકટરો ભેગા થયા છે જ્યારે જી જી હોસ્પિટલના ડીન નંદીની દેસાઈ પણ પીએમ રૂમ ખાતે આવી પહોંચ્યા છે.


ડો. ગૌરવ ગાંધીની વાત કરીએ તો તે જામનગર કે ગુજરાત જ નહીં પરંતુ તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ખ્યાતિ મેળવનાર હૃદયના ડોક્ટર ના નિષ્ણાત રહેલા હતા. ત્યારે હૃદયના રોગના નિષ્ણાત એવા તબીબના અવસાનથી તબીબી બેડામાં ચર્ચાનો માહોલ બની ગયો છે.  હાર્ટ સ્પેશ્યાલિસ્ટ જ પોતાનો જીવ બચાવી ન શક્યા તેને લઈને ચર્ચાનો માહોલ ઉભો થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આજે ડો.ગૌરવ ગાંધી પોતાના ઘરેથી હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા, ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવી ગયો હતો. ત્યાર બાદ તેમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.