અનંત-રાધિકાની ગરબા નાઈટમાં કિંજલ દવેના સુરે અંબાણી પરિવાર ઝૂમતો જોવા મળ્યો, તસ્વીરો થઈ વાયરલ

ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈ ના મુંબઈમાં યોજાવાના છે. તેના દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જાણીતા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે લગ્નની રસમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં પરિવારના સભ્યો, સંબંધીઓ અને ખાસ મિત્રો હાજરી આપવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

તેની સાથે જણાવી દઈએ કે, મામેરુ ફંક્શન બાદ જ ગરબા નાઈટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાના વીડિયો પણ સામે આવ્યા છે. જ્યારે ગુજરાતી કલાકાર કિંજલ દવે દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંબાણી પરિવાર સાથે ની તસ્વીરો સાથે ગરબાનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કિંજલ દવેના સૂરમાં અંબાણી પરિવાર ગરબે ઝૂમતા જોવા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ના ચેરમેન મુકેશ અંબાણી ના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના લગ્નના બંધનમાં બંધાવવામાં છે. મુંબઈના એન્ટિલિયામાં લગ્નના તમામ ફંક્શન શરૂ થઈ ગયા છે અને તેમાં હાજર રહેનાર ગેસ્ટની લિસ્ટ પણ સામે આવી છે. અંબાણી પરિવારના આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતની મોટી હસ્તીઓ નો મેળાવડો જોવા મળવાનો છે. તેના સિવાય વિદેશથી અંબાણી ના ખાસ મહેમાનો પણ આ લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણીના લગ્નની ઉજવણી 29 જૂનના મુકેશ અંબાણી ના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં પૂજા સાથે શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ મામેરુ, સંગીત અને હલ્દી સમારોહ જેવી વિધિઓ કરાઈ હતી. અનંત રાધિકાની હલ્દી સેરેમની 8 જુલાઈના કરવામાં આવી હતી. જેમાં સલમાન ખાન, રણવીર સિંહ, સારા અલી ખાન, અનન્યા પાંડે અને અન્ય સેલિબ્રિટીઓ દ્વારા હાજરી આપવામાં આવી હતી.

આ સાથે વધુમાં જણાવી દઈએ કે, અનંત-રાધિકાના લગ્ન સમારોહ 12 જુલાઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર માં યોજાવાનો છે. તે ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. મુકેશ અંબાણી દ્વારા આ ભવ્ય લગ્ન સમારોહ ની યાદગાર પળો ને કેપ્ચર કરવા માટે લોસ એન્જલસની ટોચના સ્તરના ફોટોગ્રાફરો અને કેમેરા પર્સનને બોલાવવામાં આવ્યા છે. તેની સાથે અંબાણી દ્વારા આમંત્રિત વિદેશી મહેમાનો માટે ખાનગી જેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ફંક્શન નો ડ્રેસ કોડ ભારતીય ઔપચારિક રખાયો છે.