GujaratAhmedabad

અમદાવાદની સાબરમતી નદીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ જાણો કેમ કર્યો હતો આપઘાતનો પ્રયાસ?

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક બાબત ૨૯ તારીખના રોજ એટલે સોમવારના અમદાવાદની સાબરમતીના નદીથી સામે આવી હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકો દ્વારા આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમ છતાં સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમ દ્વારા ચારે લોકોને સલામત રીતે બહાર કાઢીને જીવ બચાવી લીધો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેનાર રિનાબેન ચાવડા, તેઓના માતા ચંપાબેન જાદવ, ભાઈ રાહુલ જાદવ અને છ વર્ષના પુત્ર દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જ્યારે આ આપઘાત પાછળનું કારણ સામે આવ્યું છે. તેના પાછળનું કારણ રિનાબેનના પતિ નવિનચંદ્ર ચાવડા રહેલ છે. તે લગ્ન બાદથી જ રિનાના પિયરમાં રહેવા લાગ્યો હતો અને દારૂ પીને સતત ત્રાસ આપતો અને મારઝૂડ કરતો રહેતો હતો. આ અગાઉ તેની સામે ઘરેલુ હિંસાની પણ ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. તેઓના પતિ સામે આ અગાઉ વિરમગામ પોલીસ સ્ટેશન હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને તેના ત્રાસથી કંટાળીને રિનાબેનના પિતાનું પણ મૃત્યુ નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, પતિના ત્રાસના લીધે રિનાબેનના માતા અને ભાઈ પણ કંટાળી ગયા હતા. તેના લીધે તમામ 28 મી એપ્રિલના રોજ આપધાત માટે સાબરમતી નદીએ પહોંચી ગયા હતા. તેમ છતાં ભીડ વધુ હોવાના લીધે આપઘાત કરવાનું ટાળી દીધું હતું અને બીજા દિવસે નદીમાં ઝંપલાવી દીધું હતું. આ મામલમાં એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા સહિતની કલમો હેઠળ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.