Gujarat

ગીર સોમનાથમાં દીપડાનો આતંક, ઘરથી થોડે દૂર રમતા બે વર્ષના બાળક પર હુમલો કરતા થયું મોત

ગુજરાતનું પ્રખ્યાત જંગલ એટલે કે ગીરનું જંગલ ખૂબ મોટું છે, ત્યાં સિંહને મારવાની પણ મનાઈ છે. ઘણાં લોકો તે જંગલ જોવા બહારથી આવે છે. ઘણા વિદેશીઓ પણ ત્યાં જોવા મળે છે. તે જંગલમાં ઘણા પ્રાણીઓ રહે છે અને આ ગુજરાતનું પ્રખ્યાત જંગલ કહેવાય છે. ગીર જંગલ ના નવા કિસ્સાઓ ઘણા ટાઈમથી જોવા મળે છે, પણ હમણાં ક્યાં એક નવો કિસ્સો જોવા મળ્યો છે, જેમાં એક પ્રાણી એ એક બાળકનો શિકાર કર્યો છે.

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં દીપડાએ બે વર્ષના બાળકનો શિકાર કર્યો તેમાં તે બાળકનું મોત થયું હતું. વન વિભાગના એક અધિકારીએ આ મામલે પૂરી માહિતી આપી હતી. અધિકારીએ તેના વિશે જણાવ્યું હતું કે આ બાબત સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યે મટાણા ગામમાં બની હતી, જ્યારે બાળક તેના ઘરની નજીક રમી રહ્યું હતું.

અધિકારીએ તે વિશે જણાવ્યુ કે દીપડો રમેશ જાધવના બે વર્ષના પુત્રને ખેંચીને લઈ ગયો હતો. વેરાવળ રેન્જના ફોરેસ્ટ ઓફિસર-ઈન્ચાર્જ ખીમાન પંપાણિયાએ જણાવ્યું હતું કે, વ્યાપક શોધખોળ પછી, બાળકનો મૃતદેહ જાધવના ઘરથી 500 મીટર દૂર ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.

આ ઘટના મટાણા ગામમાં બની હતી, જે વેરાવળ રેન્જ ફોરેસ્ટ એરિયા હેઠળ આવે છે, જે ત્યાં રહેતા અધિકારીએ જણાવ્યું હતું. ગામના લોકોના જણાવ્યા પ્રમાણે, દીપડો બાળકને તેના ઘરથી 500 મીટર દૂર ખેંચી લઈ ગયો હતો. અધિકારીના જણાવ્યા મુજબ, ત્યાં રહેતા સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં ત્રણથી ચાર દીપડાઓ છે. અમે ત્રણ પાંજરા લગાવ્યા છે અને દીપડાઓને પકડવા માટે વધુ ત્રણ પાંજરા લગાવવામાં આવશે. આ જ વિસ્તારમાં 10 દિવસ પહેલા દીપડાએ 65 વર્ષની મહિલાનું મોત નીપજ્યું હતું. વન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ મહિનામાં આ વિસ્તારમાં દીપડાના હુમલામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ગામમાં ગયા મહિને દીપડાનો ત્રાસ સામે આવ્યો હતો. ત્યારે આ વિસ્તારના સુખનાથ ચોક પાસે બે દીપડા ઘુસ્યા હતા. જેમાં એક દીપડાએ માતા-પુત્ર પર હુમલો કરી કુલ ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ માહિતી મળતા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ દીપડાને પકડી પાડ્યો હતો. પહેલા ઈન્જેક્શન દ્વારા શાંત અને પછી પકડવામાં આવ્યો. આ સમય વખતે સુખનાથ ચોક વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડાઓથી બચવા લોકોને ધાબા પર ચઢવું પડ્યું હતું.