ઈસ્કોન બ્રિજ પર બુધવારના ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતનો આરોપી તથ્યને લઈને મોટી જાણકારી સામે આવી છે. તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલ પ્રથમ અકસ્માત નહોતો. આ અગાઉ પણ તથ્ય પટેલ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. તેવી જાણકારી સામે આવી છે.
જાણકારી અનુસાર જાણવા મળ્યું છે કે, 15 દિવસ અગાઉના એક સીસીટીવીમાં 3 જુલાઈના રોજ 0093 નંબરની થાર ચલાવતા તેના દ્વારા સિંધુભવન રોડ પર આવેલી એક રેસ્ટોરાંની દીવાલ તોડી નાખવામાં આવી હતી. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, તથ્ય દ્વારા અચાનક કારનું સ્ટીયરીંગ ગુમાવી દેવામાં આવે છે અને અચાનક કાર રેસ્ટોરન્ટની દીવાલથી ટકરાઈ જાય છે. તેના લીધે રેસ્ટોરન્ટ દીવાલ તૂટી જાય છે. જ્યારે આ અકસ્માત સર્જી તથ્ય ત્યાંથી નાસી ગયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતા સમાધાન કરાયું હતું. આ અકસ્માતમાં પણ તથ્ય દ્વારા ફૂલ ઝડપે દીવાલ તોડી નાખવામાં આવી હતી. તેમ છતાં અકસ્માતમાં સામે કોઈ જાનહાની થઈ નહોતી.
આ સમગ્ર ઘટનામાં પોલીસ પણ સામે આવી હતી. તે સમયે તથ્ય પટેલ અને રેસ્ટોરન્ટના સંચાલક દ્વારા સમાધાન કરી લેવામાં આવ્યું હતું. તેમ છતાં તે સમયે કોઈ પગલા ભરવામાં આવ્યા હોત તો આજે નવ લોકોને જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. હાલનમાં તથ્ય પોલીસ કસ્ટડીમાં રહેલ છે ત્યારે આ સમગ્ર વિગત JCP પાસે પણ આવેલ છે અને જેગુઆર એક્સિડન્ટ કેસની સમગ્ર તપાસમાં આ અકસ્માતને પણ જોડીને તપાસ કરવામાં આવશે તેવું પણ તેમના દ્વક્રા જણાવવામાં આવ્યું છે. આ બાબતમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર એન એન ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ અકસ્માત અંગેની વિગત મારી પાસે આવેલ છે. ભલે આ અકસ્માત સમાધાન થઈ ગયુ હોય તો પણ આ કેસને મદદ મળશે તે માટે જરૂર પડે તેને પણ આઝમે જોડીશું.