GujaratMadhya Gujarat

પાવગઢમાં પ્રેમ લગ્નને કારણે થયું અપહરણ અને પછી…

કહેવાય છે કે ઓરેમ આંધળો હોય છે. પરંતુ ઘણી વખત યુવક યુવતીઓના પ્રેમને કારણે તેમના ઘર પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આવું જ કંઇક પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બન્યું હતું. જ્યાં ગુરુવારના રોજ રાત્રીના સમયે યુવતીએ જે યુવક સાથે ભાગીને લગ્ન કર્યા હતા તે યુવકના માતા-પિતાનું યુવતીના પરિવારજનોએ અપહરણ કરી લીધું હતું. જો કે, પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને થોડા જ સમયમાં પીડિતોને બચાવી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા ખાતે આવેલ બાકરોલ નામના ગામે વસવાટ કરતા યોગેશ રાવલ નામના યુવકને પાવાગઢમાં વસવાટ કરતા રાજેન્દ્ર રાઠવાની દીકરી સાથે પ્રેમ સબંધ હતો. બંને એકબીનને પ્રેમ કરતા હોવાથી તેમણે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. ત્યારે યુવતીના પરિવારજનોએ યુવકના માતા-પિતાને જણાવ્યું કે આપણે પંચોને બોલાવીને સમાધાન કરી લઈએ અને એ માટે તે લોકોને ત્યાં બોલાવ્યા હતા. ત્યાં પહોંચતા જ યુવક માતા-પિતાએ જોયું કે ત્યાં તો માત્ર યુવતીના પરિવારજનો જ હાજર હતા.

નોંધનીય છે કે, પંચોમાંથી કોઈ હાજર ના હોવાને લીધે તે યુવકના માતા-પિતા ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારપછી યુવકના માતા પિતા એક લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા તે દરમિયાન બાકરોલ રેલવે ક્રોસિંગ નજીક અચાનક કેટલાંક વાહનોએ યુવકના માતા-પિતાને રોક્યા અને તેમને રોક્યા હતા. બાદમાં જબરજસ્તીથ તેમને ફોર વ્હીલરમાં બેસાડીને પાવાગઢ ખાતે લઈ ગયા હતા. પાવાગઢ પછી યુબકને માતા-પિતાને અન્ય એક જગ્યાએ લઈ જઈ રહ્યા હતા. પરંતુ એ સમયે પોલીસ પણ આ મામલે અપહરણકર્તાઓને શોધી રહી હતી તેથી આ લોકો પોલીસના હાથે લાગી ગયા હતા. અને યુવકના માતા-પિતાને છોડાવ્યા હતા. ત્યારબાદ યુવકના પિતાએ આ સમગ્ર મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ હવે આ ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.