AhmedabadGujarat

હવામાન વિભાગે આ રાજ્યોમાં માવઠાની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધશે

રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે કેમકે શિયાળો, ઉનાળો અને ચોમાસું જોવા મળી રહ્યું છે. તેના લીધે લોકો હાલ ત્રણે ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ત્રણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદ વરસશે. તે મુજબ, 27 એપ્રિલના રોજ દાહોદ, તાપી, ડાંગમાં વરસાદની શક્યતા છે. જયારે 28 એપ્રિલના પાટણ, બનાસકાંઠામાં, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી રહેલી છે.

તેમ છતાં રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો પણ ચડ્યો છે. ગઈ કાલના સૌથી વધુ ગરમી પારો પાટણમાં રહ્યો હતો. પાટણમાં 41.5 તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજમાં 41.2, અમરેલીમાં 40.8, અમદાવાદમાં 40.6 ડિગ્રી, રાજકોટમાં 40.6, વડોદરામાં 39.8 ડિગ્રી, ગાંધીનગરમાં 39.8, ડીસામાં 39.2, ભાવનગરમાં 38.4, સુરતમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Gajlaxmi Rajyog : ગુરુ ગોચરથી મેષ રાશિમાં બન્યો ગજલક્ષ્મી રાજયોગ, બદલાશે આ લોકોનું ભાગ્ય

હવામાન વિભાગ મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે. એવામાં વડોદરામાં વહેલી સવારના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેની સાથે શહેરના કેટલાક વિસ્તારમાં સવારના કમોસમી વરસાદ પણ જોવા મળ્યો છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો: 36 વર્ષ પછી મેષ રાશિમાં ગુરુ-રાહુની યુતિ, આ 7 રાશિઓને થશે ફાયદો