AhmedabadGujarat

અમદાવાદમાં એક પરિણીતાનું રહસ્યમયી રીતે મોત, પિતાએ સાસરિયાઓ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

લગ્ન પછી સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સએ આવ્યો છે. જ્યાં રાજસ્થાનના એક પરિવારે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યાં પછી લગ્નના થોડા સમય બાદ દીકરી તેના સારીયાઓ સાથે અમદાવાદ રહેવા માટે આવી ગઈ હતી. પરંતુ સાસરિયાઓ દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળેલી પરિણીતાએ એક દિવસ તેના પિતાને ફોન કરીને કહ્યું કે મને અહીંયાથી લઈ જાવ હું અહિયા નહિ રહી શકું. અને ત્યારપછી અચાનક એક દિવસ પરિણીતાના પિતાને ફોન કરીને જણાવવામાં આવે છે કે તમારી દીકરીની તબિયત ખૂબ જ ખરાબ છે.  દિમરીની તબિયત ખરાબ હોવાના સમાચાર સાંભળીને પિતા તરત જ દીકરીની સાસરીમાં જાય છે ત્યારે તે તેમની દીકરીને મૃત અવસ્થામાં જોવે છે. બાદમાં દીકરી ની અંતિમ ક્રિયા પતાવીને પિતાએ આ સમગ્ર મામલે દીકરીના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના આબુરોડ ખાતે વસવાટ કરતા જયંતીલાલ અચલારામ સુથારની પુત્રી પાયલનાં લગ્ન વર્ષ 2020માં રાજસ્થાનના પાલી ખાતે આવેલા સુમેરપુર પાસે વસવાટ કરતા કરણ મદનલાલ સુથાર સાથે થયાં હતાં. પાયલના લગ્નના બે ત્રણ દિવસ બાદ તેના જેઠના પણ લગ્ન થયા હતા. ત્યારબાદ પાયલ, તેના પતિ અને તેના જેઠ-જેઠાણી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા. ત્યારબાદથી પાયલના અને તેની જેઠાણીના પિયરમાંથી આવેલ કરીયાવરને લઈને પાયલના સાસરિયાઓએ તુલના કરવાની શરૂઆત કરી દીધી હતી. પાયલના સાસરિયાઓ સતત તેને ઓછું કરિયાવર હોવાના કારણે મ્હેણા ટોણા મારીને માનસિક ત્રાસ આપતા હતા. પાયલે જ્યારે આ વાત તેના પિતાને કરી ત્યારે પિતાએ પોતાની દીકરીનું ઘરના તૂટે એ લાગણીથી પાયલને સમજાવી હતી. થોડા સમય પછી પાયલ જ્યારે ગર્ભવતી થઈ ત્યારે પણ તેના સાસરિયાઓએ પાયલ પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારપછી એક દિવસ અચાનક પાયલના પિતા પર તેના સાસરિયાઓનો ફોન આવે છે કે પાયલ ખૂબ બીમાર છે તમે જલ્દીથી અહીં આવી જાવ. ત્યારબાદ પાયલના પિતા તરત જ પાયલની સાસરીમાં પહોંચી જાય છે. પરંતુ ત્યાં પાયલ બીમાર હાલતમાં નહીં પણ મૃત અવસ્થામાં હોય છે. જેથી પાયલની અંતિમ ક્રિયા પતાવીને પિતાએ પોતાની દીકરીનું મોત કઈ રીતે નીપજ્યું તે જાણવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નોંધનીય છે કે, પોલીસે ફરિયાદના આધારે આ મામલે તપાસ હાથ ધરી હતી. અને પાયલ મૃત્યુ પામી તે દિવસના તેની ઘરની આસપાસના કેટલાક સીસીટીવી કેમેરાની તપાસ કરતા જોવા મળ્યું કે પાયલનો પતિ તેને ઊંચકીને કારમાં લઈ જઇ રહ્યો છે.  દેખાય છે. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે પાયલના સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.