ગુજરાતમાં ચોમાસું બેસતા કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન અને ઓફશોર ટ્રફ ના લીધે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયાઇ વિસ્તારો માં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમદાવાદ હવામાન વિભાગના નિયામક અશોક કુમાર દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કચ્છમાં જે સિસ્ટમ સક્રિય હતી તે લો પ્રેશર માં ફેરવાઈ જવાના લીધે વરસાદના પ્રમાણમાં ઘટાડો થયો હતો. પરંતુ વધુ વરસાદની અપેક્ષા હતી પરંતુ વરસાદ વરસ્યો નહોતો. તેમ છતાં આ વખતે એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાના લીધે ભારે વરસાદની અપેક્ષા રહેલી છે.
અમદાવાદ હવામાન વિભાગના નિયામક અશોક કુમાર દાસ ના જણાવ્યા અનુસાર, 11 જુલાઈના રોજ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ અને અમદાવાદમાં વડોદરામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય છોટાઉદેપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.
તેની સાથે 12 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 જુલાઈના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય 14 અને 15 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં 14 અને 15 જુલાઈના વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.