AhmedabadGujarat

હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આટલા દિવસ રહેશે વરસાદી માહોલ

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદી માહોલ પણ બન્યો છે. ગઈ કાલના રાજ્યના અનેક શહેરોમાં વરસાદ વરસ્યો હતો. તેમ છતાં વરસાદ બાદ ગરમી અને બફારાનો અહેસાસ હાલમાં થઈ રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી ભેજ આવવાના લીધે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેની સાથે તાપમાન છેલ્લા 24 કલાક યથાવત રહેવાનું છે. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી ગરમીનો પારો વધી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, વેસ્ટન ડિસ્ટર્બન્સના લીધે આગામી પાંચ દિવસ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલ છે. તેની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે. આગામી પાંચ દિવસોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદ જોવા મળશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

તેની સાથે 27 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની જોવા મળશે. તેના સિવાય 28 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છમાં વરસાદી માહોલ બનશે. જયારે 29 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. 30 મેના રોજ બનાસકાંઠા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

તેમ છતાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોર જોવા મળશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બેથી ત્રણ ડીગ્રી તાપમાનમાં વધારો જોવા મળશે. અમદાવાદ શહેરમાં 40 ડીગ્રી આજુબાજુ તાપમાન રહેવાની શક્યતા રહેલી છે.