રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. કેમ કે સવારના ઠંડી અને બપોરના ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં હવામાન વિબાગ વાતાવરણને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. તેમ છતાં આ કમોસમી વરસાદની આગાહીના લીધે ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગ દ્વારા 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર અને દાહોદ સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે 2 માર્ચના નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં વરસાદી માહોલ બનશે. 3 માર્ચના સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, લઘુત્તમ તાપમાનમાં થોડું ફેરફાર જોવા મળશે. જ્યારે આજથી 1 ડિગ્રી તાપમાનનો વધારો થઈ શકે છે. આજે અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન રહ્યું હતું. નોંધનીય છે કે, શિયાળું પાક રાયડો, જીરૂ સહિતના પાક તૈયાર થઈ ગયેલ છે એવામાં ફરી કમોસમી વરસાદની આગાહી થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.