AhmedabadGujarat

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને કરી ભયંકર આગાહી, પાંચ દિવસ ગુજરાતને ધમરોળશે

ગુજરાતમાં સતત થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. રાજ્યમાં ચોમાસાનો વરસાદ દરેક જિલ્લાઓમાં વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે વલસાડ, નવસારી અને સુરતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દિવ અને જામનગરમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

તેની સાથે રાજ્યમાં વરસાદી માહોલના લીધે દરિયામાં પાણીની સપાટીમાં વધારો થઈ શકે છે અને મોટા-મોટા મોજા ઉછળવાની શક્યતા રહેલી છે. માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માછીમારી ન કરવાની ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગ દ્વારા 28 જૂનથી 2 જુલાઈ સુધી માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી

હવામાન વિભાગ પ્રમાણે આ દરમિયાન પવનની ગતિ 40થી 45 કિમી પ્રતિ કલાક રહી શકે છે. હવામાન વિભાગે દ્વારા ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં રહેતા માછીમારોને વોર્નિંગ આપી છે. હવામાન વિભાગના દ્વારા, પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન નર્મદા, રાજકોટ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, જૂનાગઢ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.