ગુજરાતમાં આ વર્ષે ઉનાળાની ઋતુમાં સતત માવઠાઓ આવવાથી એવું લાગી રહ્યું છે કે જાણે શિયાળા પછી તુરંત જ ચોમાસુ શરૂ થઈ ગયું હોય. જો કે, આ બધા વચ્ચે હવામાન વિભાગે માવઠાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં આવતી કાલે કોઈ એકાદ જગ્યાએ વરસાદ પડી શકે તેમ છે. સાથે જ જણાવ્યું કે આગામી દિવસોમાં 2 થી 4 ડિગ્રીનો તાપમાનમાં વધારો થઈ શકે છે. ગુજરાતમાં આગામી સમયમાં હવે ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત સિવાય ગુજરાતના બીજા વિસ્તારોમાં હાલ માવઠાની શક્યતા નહિવત છે. આગામી 5 દિવસ સુધી વરસાદની સહેજ પણ શકયતા રહેલી નથી.
હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતના તાપમાનમાં આગામી દિવસોમાં 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. માવઠાની અસર હટી જતાની સાથે જ હવે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 5 દિવસ વરસાદની સહેજ પણ શકયતા રહેલ નથી. સાથે જ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં કોઈ એક જગ્યાએ આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: ત્રણ મિત્રો તળાવમાં ન્હાવા પડ્યા અને પછી થઈ જોવા જેવી….
વધુમાં હવામાન વિભાગે કહ્યું કે, હવે રાજ્યમાં ઉનાળાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે તાપમાનનો પારો 2થી4 ડિગ્રી વધી શકે તેમ છે. અને આગામી 3 થી 4 દિવસ ગરમીમાં થોડો વધારો પણ થયો છે. અમદાવાદ શહેરની જો વાત કરીએ તો 35 થી 36 ડિગ્રી સુધી તાપમાન અહીં નોધાયું હતુ.
વધુમાં તમને જણાવી દઈએ કે, આગામી દિલ્હીના મુંડકા, IGI એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં,પશ્ચિમ વિહાર, જાફજફગઢ, રાજૌરી ગાર્ડન આ તમામ વિસ્તારોમાં ગાજવીજ મધ્યમ પ્રમાણમાં વરસાદ થઈ શકે તેમ છે. તેમજ જીંદ, હિસાર, આદમપુર, હાંસી, ગોહાના, તોશામ, મેહમ, ભિવાની, રોહતક, ઝજ્જર, ચરખી દાદરી,ફારૂખનગર, મત્તનહેલ, કોસલી, રેવાડી, મહેન્દ્રગઢ, રેવાડી, કોટપુતલી, બાવલ,રાજગઢ, લક્ષ્મણગઢમાં પણ વરસાદની શકયતાઓ હાલ સેવાઇ રહી છે.
આ પણ વાંચો: યુવતી સાથે વીડિયો કોલમાં CA યુવકે એવું કર્યું કે….
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટ લગાવવા બદલ અમદાવાદમાં AAP ના આઠ કાર્યકર્તાઓની ધરપકડ
આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક વાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો તોતિંગ વધારો